જામનગરમાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનું મકાન એકાએક જમીનદોસ્ત થયું હતું. આ દુર્ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી.
દુર્ઘટનાની જાણ થતાની સાથે જ 108ની ટીમ તથા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પોહચી ગયો હતો. જ્યાં કાટમાળ હટાવવા સહિતની કામગીરી હાથ ધરી છે.
મકાન ધરાસાયી થયાની ઘટનામાં 10 લોકો દટાયા હોવાની સંભાવના છે. હાલ રાજુ ઘેલા સાદીયા (ઉ.વ.55), જયાબેન રાજુભાઈ (ઉ.વ.50), જયપાલ રાજુભાઈ સાદીયા (ઉ.વ.30) તથા એક 7 વર્ષના બાળકનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અદાણીએ એક કલાકમાં 52000 કરોડ ગુમાવ્યા, એક સમાચારે વાટ લગાવી દીધી, ફરીથી અમેરિકાએ ધુંબો માર્યો
ભારતમાં જ આવું બને હોં, આ ATMમાંથી 5 ગણા પૈસા નીકળવા લાગ્યા, લોકો 5000ના બદલે 25000 લઈને ઘરે ભાગ્યાં
દુર્ઘટનાની જાણ થતાની સાથે જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, કેતન નાખવા, કિશન માડમ ઉપરાંત વિપક્ષના નેતા ધવલ નંદા સહિતના આગેવાનો પણ દોડી ગયા હતા.