વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતી છે. એક તરફ નરેશ પટેલ અને પ્રશાંત કિશોર જેવી હસ્તીઓ આવી રહી હોવાનાં કારણે ખુશીનો માહોલ છે. તો બીજી તરફ એક પછી એક પાયાના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપ અને આમ આદમી પાર્ટી તરફ પ્રયાણ કરી રહ્યા છે.
હાલમાં જ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા અને ઈન્દ્રનિલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીનો પાલવ પકડ્યાની શાહી સુકાઇ નથી ત્યાં કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવીએ પણ કોંગ્રેસને બાય બાય કરી દીધું છે. ગઢવીએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આવતીકાલે આમ આદમી પાર્ટીમાં અધિકારીક રીતે જાેડાશે. તેમણે ટિ્વટર પર કેજરીવાલ સાથેની મુલાકાતનો ફોટા પણ શેર કર્યો હતા.
કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવીએ અગાઉ પણ એક ટિ્વટ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. હવે પાર્ટીમાં થાક બહુ લાગ્યો છે, ચાલો કંઈક નવું કરીએ. સત્તા મેળવવા કે સરકાર બનાવવાના કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. જેના કારણે સૌથી વધારે નુકસાન જમીન સાથે જાેડાયેલા કાર્યકર્તાઓને જ થયું છે.
જે દિવસ રાત મહેનત કરીને પાર્ટીનું પ્રદર્શન સુધારવા માટે મહેનત કરે છે. હવે થાક બહુ લાગ્યો છે,ચાલો કંઈક નવું કરીએ. ચાર્ટડ એકાઉન્ટન્ટ કૈલાશ ગઢવીના અનુસાર મને કોંગ્રેસમાં નવસર્જન કે નવો દોરી સંચાર જેવું કંઇ જાેવા નથી મળતું. એ જ બીબાઢાળ કોંગ્રેસ હોવાના કારણે હવે હું ૩૦૦ જેટલા કાર્યકતા સાથે આમ આદમી પાર્ટીમાં સાથે જાેડાણ કરીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાશ ગઢવીએ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત યોજી હતી. તે વખતે કોંગેસના સિનીયર નેતાએ આપમાં જવાનું નક્કી કર્યું હતું. કૈલાશ ગઢવી અગાઉ કોંગ્રેસમાં પ્રવકતા પણ રહી ચુકયા છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના સીએ સેલના પ્રમુખ, એલ ઇન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસ કે જેના હેડ શશી થરુર હતા તેમની સાથે ગુજરાતમાં પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ જેવા હોદ્દા પર પણ રહી ચુકયા છે.