ગુજરાત હાઇકોર્ટમાં અવનવી ઘટના બનતી રહે છે. આજે પણ એક એવી જ અજીબ અને ચોંકાવનારી ઘટના બની હતી. ભરી કોર્ટમાં દંપતી સહિત ચાર લોકોએ ફિનાઇલ પી લીધું હતું. આ નજારો જોઈને વકીલો પણ દૂર હટી ગયા હતા. જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એક વાગ્યાની આસપાસ એક દંપતીએ ચાલુ હિયરિંગ દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ આવી હતી પણ પોલીસ પહોંચે ત્યાં તો આ ચારેય લોકો ફિનાઈલ ઘટઘટાવી ગયા હતા.
હાલમાં મળતા સમાચાર અનુસાર શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ, જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ, હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ અને મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવ ફિનાઈલ પી ગયા હતા. ચારેયને હવે દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર ચાલી રહી છે. તમામ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચારેયની તબિયત હાલમાં સારી અને સંપૂર્ણ ભાનમાં છે. ઘટના જોઈને જજ નિર્ઝર દેસાઈ કોર્ટ છોડીને જતા રહેતા હિયરિંગ અટક્યું હતું. પોલીસ દ્વારા ત્યારબાદ પંચનામા સહિતની કામગીરી પણ કરવામાં આવી.
જો કે આ આખી ઘટનામાં એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે દંપતી સહિત ચારેય લોકો ફિનાઇલ લઈને કોર્ટ રૂમમાં કેવી રીતે પહોંચ્યા? આપઘાતનો પ્રયાસ કરનારાઓેને શું વાંધો હતો એ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકે લોનના નામે ફ્રોડ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસ ફરિયાદ બાદ બેંકના જનરલ મેનેજર અને મેનેજર સહિત કર્મચારીઓએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. શૈલેષભાઈ અને તેની પત્ની જયશ્રીબેને ખાડિયામાં આનંદનગર આસ્ટોડિયામાં આવેલી કલર મર્ચંટાઇન બેંકમાંથી લોન મેળવવા માટે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો
બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ વચ્ચે આ છે રેલવેનો એક્શન પ્લાન, ઘણી ટ્રેનો રદ, જુઓ યાદી
14 દેશો, બે લાખ લોકોના મોત અને ચારેકોર વિનાશ… 19 વર્ષ પહેલા સુનામીની તબાહી જોઈને પણ સહન નહીં થાય
લોન વિશે માહિતી મળી રહી છે કે આ દંપતીની લોન મંજૂર થઈ ગઈ હતી. પરંતુ બેંક મેનેજર અને લોન કન્સલટન્ટે સાથે મળી આ લોનના રૂપિયા બારોબાર ઉપાડી લીધા. આથી દંપતીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 420, 465, 467 હેઠળ લોન કન્સલટન્ટ ચિંતન શાહ, જનરલ મેનેજર કિન્નરભાઈ અને મેનેજર અતુલ શાહ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.