સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાસે આવેલા તળાવમા 5 બાળકોના ડૂબી જવાથી મોત થયા હોવાના સમાચાર સામે આવતા સમગ્ર પંથકમા શોક છવાઈ ગયો છે. આ તળાવ મેથાન -સરવાળ વચ્ચે આવેલુ છે જેમા આ આ પાંચ બાળકો મહવા માટે ગયા હતા. આ સમયે વહેણ એટલુ તેજ હતુ કે આ પાંચેય બાળકો તેમા તણાઈને ડૂબી ગયા.
મળતી માહિતી મુજબ હાલ ચોમાસાના કારણે તળાવમાં વધારે પાણી હતુ અને બીજી તરફ બાળકો મોજથી ન્હાવા પડ્યા જેમા પાણીના તેજ પ્ર્રવાહમા તેઓ પોતાની સંભાળી શક્યા નહી અને પાંચેય બાળકો તણાઇ ગયા.
ઘટનાની જાણ થતા જ સ્થળે ગામવાસીઓના અને પોલીસ આવી પહોંચી હતી અને હવે પાંચેય બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોલીસ આગળ તપાસ શરૂ કરશે.