અંબાજી, પ્રહલાદ પૂજારી: અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવનો પ્રારંભ ગબ્બર તળેટીથી કુમકુમ તિલક સાથે જિલ્લા કલેક્ટરે મહોત્સવનો પ્રાંરંભ કરાવ્યો હતો આજે ચૈત્ર નવરાત્રી ના સાતમા નોરતા થી આ મહોત્સવ નો પ્રારંભ કરાયો છે.
આશો માસની નવરાત્રી એટલે માતાજી ની ઉપાસના સાથે ગરબા રમવાની રમઝટ બોલાવવાનો મહોત્સવ જ્યારે ચૈત્રી નવરાત્રી એટલે માં ભગવતી ને રીઝવવા તેમજ પૂજા અર્ચના કરવા નો પર્વ આ પવિત્ર પર્વ ના સાતમા નોરતે એટલે કે કાલરાત્રી જોકે સાતમા નોરતાનું મહત્વ અનેરું હોય છે આ દિન ને શુભકરી પણ કહેવા માં આવે છે.
ત્યારે આ દિવસે શક્તિપીઠમાં અંબાના ચરણોમાં શીશ જુકાવવા તેમજ પરિક્રમા સાથે માતાજીની આરાધના કરવાના મહોત્સવનો પ્રારંભ શુક્રવારથી જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થા દ્વારા અખંડ જ્યોત લઈ કરવા માં આવ્યો છે.
દેશ ના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ કાર્યક્રમ ને નિહાળવા તેમજ માં ના ચરણો માં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવા લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે જેમાં રાજકીય પક્ષ ના નેતાઓ અભિનેતાઓ ઉમટી પડવા ના હોવાથી મીની ભાદરવા જેવો માહોલ સર્જાયો તેમ છે..