ધોરાજીથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે જેતપુરના ગોદરા વિસ્તારમાં 6 મકાનો ધરાશાયી થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે.
નુકસાન વિશે વાત કરીએ તો 6 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો મળી રહી છે. આ દુર્ઘટનામાં બે બાળકી અને એક વૃદ્ધનનું મોત થયું છે. ત્યાં જ કાટમાળ નીચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરીને શક્ય એટલી દરેકને બચાવવાની કોશિશ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરના ગોદરા વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વર્ષોજૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે બાળકી અને એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે.
પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલશે, નરોત્તમ મિશ્રાએ આપ્યો સણસણતો જવાબ
અકસ્માતના સમાચાર વચ્ચે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો, સર્જરી બાદ ન તો પાટો કે ન તો ટાંકા દેખાયા
હાલમાં ત્યાંથી વિગતો મળે છે કે શોધખોળ માટે સ્થાનિકો અને પોલીસ જહેમત કરી રહી છે. બીજી તરફ આ ઘટનાની જાણાકારી મળતા જ ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટના સ્થળે પહોંચ્યા છે. અંદાજે 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાઈ થતા મકાનમાં હાજર 6 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યા જ 2 નાના બાળકો સહિત 3નું રેસ્ક્યુ હાથધરાયુ છે.