ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતીમા ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસના એક મોટા નેતાનુ મહત્વનુ નિવેદન સામે આવ્યુ છે. લલિત કગથરાએ કહ્યું છે કે, ‘અત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી ચર્ચા ચારે તરફ થઈ રહી છે જે માત્ર અને માત્ર અફવા છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપી રહી છે અને એટલ્રે જ આજે હકીકત એ છે કે ભાજપમાં 70 ટકા લોકો તો એ છે જે કોંગ્રેસ મૂકીને ત્યા જોડાયા છે.
ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યુ કે ભાજપના કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી. આ સાથે ચર્ચામા રહેલા લલિત વસોયા પણ પાર્ટી છોડવાના નથી તે પણ સ્પષ્ટ કર્યુ હતુ. હાલ સૌરાષ્ટ્રના રાજકરણમા કોઈ મોટી ઉથલપાથલ સામે આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસના 6 MLA 17 ઓગસ્ટ બાદ કેસરિયા કરશે તેવી ચર્ચાઓ છે અને આ માટેની ભાજપની વ્યૂહનીતિ પણ તૈયાર કરી દેવાઇ છે. જો કે આ બધી વાતોને તો હાલ લલિત કગથરાએ માત્ર અફવા જ ગણાવી છે.’