Gujarat: ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા 64મી રાજ્યકલા સ્પર્ધાનું આયોજન, વેબસાઈટ ઉપર અરજી કરી શકશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગુજરાત રાજ્યની વિવિધ કલા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓ માટે 64મી રાજ્યકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક રાજ્યના કલાકારો, કલા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.

આ માટે લલિતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર આગામી તા. 21 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી દરમિયાન કલાકૃતિના ફોટા તથા જરૂરી વિગત સાથે અરજીપત્રક ભરી ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ સ્પર્ધામાં ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિકકલા, વ્યવહારિક કલા તથા છબીકલા તેમજ બાળ ચિત્રકલા જેવા વિવિધ ક્ષેત્રમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોની પોસ્ટ, કુરીયર અને રૂબરૂ મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

ભારતની ગતિ… વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ભારતીય અર્થવ્યવસ્થા પર વ્યક્ત કર્યો વિશ્વાસ, કહ્યું- ‘ભારતનો વિકાસ વિશ્વમાં સૌથી ઝડપી થશે’

Adani Shares: અદાણીના શેરો પર ‘મોટા ખેલાડીઓ’નો ભરોસો અકબંધ, આ શેરોના ભાવ ઘટાડા બાદ કરે રોકાણ, પછી ફાયદો જ ફાયદો!

Gold-Silver Rate: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નરમાઈ, જાણો ગુજરાતમાં કેટલો ભાવ છે?

તમને જણાવી દઈએ કે રાજ્યના બાળકોને લલિતકલામાં પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે તેમજ કલા પ્રત્યે રુચિ કેળવાય તેવા ઉદ્દેશથી આ રાજ્યકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.


Share this Article