ફરી એકવાર પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હોવાના સમાચાર સામે આવ્યો છે. મહેસાણાના કડી નજીક આવેલા વીડજ ગામે એક અઠવાડિયા પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડવામા આવી હતી. આ દરમિયાન દેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. આ સિવાય દેશી દારૂ બનાવવાના વોશનો નાશ કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે. હવે આ મામલે એકશન લેતા રેન્જ આઇજી દ્વારા ઈન્ચાર્જ PI એસ.બી ધાસુરા સહિત સાત પોલીસકર્મીઓને 2 દિવસ અગાઉ સસ્પેન્ડ કરાયા છે.
મળતી માહિતી મુજબ આ રેડ દરમિયાન મળી આવેલો દેશી દારૂનો જથ્થો, વોશનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. રેન્જ આઇજી અને એસપી દ્વારા પીઆઈ અને અન્ય પોલીસકર્મીઓને ફરજ દરમ્યાન બેદરકારી દાખવી હોવાનુ કહેવામા આવી રહ્યુ છે. આ અગાઉ પણ 3 આરોપીઓ સાથે અઢી લાખથી વધુ રૂપિયાનો દેશી દારૂ ઝડપાયો હતો અને તે કેસમા પણ એક સાથે સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.