હાલ વડોદરામાં રહેતા અને મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બોરોલના રહીશ ધવલભાઈ બ્રહ્મભટ્ટ અને રીટાબેન બ્રહ્મભટ્ટના પુત્ર પ્રિયાંશ બ્રહ્મભટ્ટ દ્વારા તેના બે વર્લ્ડ રેકોર્ડનો લાઈવ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હતો, જેમાં બીજા ધોરણમાં ભણતા પ્રિયાંશની યુનિક ટેલેન્ટ જેવી કે 10 મિનિટની અંદર સ્કેટિંગ કરતાં કરતાં 12 થી વધારે રૂબિક્સ ક્યુબ ને સોલ્વ કરવા અને 1000થી પણ વધારે રુબિક્સ ક્યૂબને ભેગા કરીને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખારવિંદ મોઝાઈક આર્ટ વર્ક દ્વારા બનાવ્યું.
તેની અનોખી રુબિક્સ ક્યુબ ની ટેલેન્ટને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વર્લ્ડમાં નેમ અને ફેમ આપી એક જ દિવસમાં બે વર્લ્ડ રેકોર્ડ પ્રિયાંશ બ્રહ્મભટ્ટ ને આપવામાં આવેલ છે. હાલ જોતા પ્રિયાંશ 7 વર્ષને છ મહિનાના છે અને તેની આ અનોખી આવડત કે તેના વડોદરા શહેર નહીં પરંતુ પૂરા ઇન્ડિયા અને વર્લ્ડ માટે ખૂબ જ ગૌરવ વંતી છે.
સના ખાન ક્યાં છે? નાગપુરથી જબલપુર ગયેલી ભાજપની મહિલા નેતા આટલા દિવસથી અચાનક ગુમ થતાં હંગામો મચી ગયો
ટામેટાંના વધતા ભાવ પાછળ કોનો છે આખો ખેલ? જાણો કેમ અચાનક ભાવ વધી ગયા, હક્કા બક્કા રહી જશો
સાવચેત જ રહો! વિશ્વ પર મંડરાઈ રહ્યો છે ખતરનાક કોરોનાના નવા સ્વરૂપનો ખતરો, ભારતમાં પહેલેથી જ હાજર છે
પ્રિયાંશ હવે સપ્ટેમ્બર મહિના માં એક નવો રેકોર્ડ જેમ કે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુકે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની તૈયારી કરી રહ્યો છે. જેમાં તે 195 દેશ ના ફ્લેગ ઓળખી ને તેના વિશે માહિતી આપશે અને એ પણ જોયા કે વાંચ્યા વગર. આ બાળક પાસે Blind ફોલ્ડથી કળા પણ અદભુત છે