બે દિવસ પહેલાની જ વાત છે કે દિયોદરમાં ધારાસભ્યની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પર ધારાસભ્યના લોકોએ હાથ ઉપાડી લીધો અને લાફો ઝીંકી દેવાની ઘટના સામે આવી હતી. હવે આ જ ઘટનાને લઈ ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હવે આ મુદ્દે ખેડૂતો દ્વારા રેલી યોજવામાં આવી રહી છે. દિયોદરથી ગાંધીનગર સુધીની 8 દિવસની પદયાત્રા યોજાશે એવા સમાચાર સામે આવી રહ્યા છે.
જો કે એક તરફ એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ખેડૂતને લાફો મારી દેવામાં આવ્યો હતો. ખેડૂત આગેવાને એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે કેશાજીના ઈશારે જ તેમના સમર્થક દ્વારા મને લાફો મારવામાં આવ્યો હતો. લાફાકાંડમાં બનાસકાંઠાના દિયોદરના સાણદરથી ગાંધીનગર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
પદયાત્રા વિશે એવી વાત જાણવા મળી છે કે આ પદયાત્રા 18મી ઓગસ્ટના રોજ ગાંધીનગર પહોંચશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માગણી સાથે ખેડૂતો દ્વારા પદયાત્રા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાફાકાંડનો ભોગ બનેલા ખેડૂત અમરાભાઈ ચૌધરીએ આ ઘટના બાદ રજૂઆત કરીને જણાવ્યું હતું કે, તેઓ રાજકારણ નથી કરી રહ્યા પરંતુ અટલ ભૂજલ યોજના અંતર્ગત ખેડૂતોને મેસેજ મળ્યો હતો તે અંતર્ગત અમે તેમને મળવા માટે બોલાવ્યા હતા, અમે કોઈ રાજકારણ કરી રહ્યા નથી.
ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી
અમરાભાઈનું કહેવું છે કે જ્યારે ખેડૂતોની બેઠક યોજાઈ હતી અને તેમાં ભાજપના ધારાસભ્ય કેશાજી હાજર હતા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી અમરાભાઈ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર અરજણભાઈ ઠાકોર નામના શખ્સે તેમને લાફો ઝીંકી દીધો હતો. જે ઘટના બાદ ખેડૂતો દ્વારા વિચારણા કરીને આ મામલે ગાંધીનગર સુધી રજૂઆત કરવાનો મૂડ બનાવવામાં આવ્યો છે.