રાજ્યભરમા હાલ લઠ્ઠાકાંડની ચર્ચાઓ તેજ છે. આ વચ્ચે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે આ મામલે કડક કાર્યવાહી કરતા બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની બદલી, બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ, ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરી નાખ્યા છે. આ ઘટ્નામા અત્યાર સુધીમા 57 લોકોના મોત થઈ ચૂક્યા છે અને અમુકની હાલત હજુ પણ ગંભીર છે. ઘટનાના વધુ 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ હવે 10 દિવસના રિમાન્ડની માંગણી કરશે.
*આ પોલીસ અધિકારીઓ સામે સરકારે લીધા એકશન:
• કરણરાજ વાઘેલા બોટાદ SP- બદલી
• વીરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય SP- બદલી
• એસ.કે.ત્રિવેદી DYSP- સસ્પેન્ડ
• એન.વી.પટેલ DYSP ધોળકા- સસ્પેન્ડ
• એસ.ડી.રાણા PSI રાણપુર- સસ્પેન્ડ
• ભગીરથસિંહ વાળા PSI બરવાળા- સસ્પેન્ડ
• કે.પી.જાડેજા PI ધંધુકા – સસ્પેન્ડ
• સુરેશ ચૌધરી CPI-સસ્પેન્ડ
આ વિશે વિગતે વાત કરીએ તો બરવાળાના રોજિદ ગામમાં જ 12ના મૃત્યુ, રાણપુરના 8 લોકોના મોત થઈ ચૂક્યા છે. મૃતકોમાં 2 મહિલા હોવાની વાત પણ સામે આવી છે. હાલ સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી છે. આ સાથે કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા અને તેમની કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર કરી દીધી છે.
હાલ DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરી સરકારને રીપોર્ટ સોંપયો છે. આ મામલે સેટિંગની ઑડિયો ક્લિપ વાઇરલ થયો છે જેમા યાસ્મિન જગરેલાની વાતચીત સાંભળવા મળી રહી છે. આ બાદ મહિલા ASI સસ્પેન્ડ કરી દેવામા આવી છે.