અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનના એક નિર્ણયને કારણે 80 હજાર લોકો બેરોજગાર બની ગયા છે. આ વિશે વિગતે વાત કરીએ તો ચાના સ્ટોલ પર પેપરકપ હવે બંધ કરવાના આદેશ છે. આ બાદ પેપરકપની ફેક્ટરીઓ બંધ થઈ છે.
હવે AMC ના આ પગલાને કારણે 80 હજાર મજૂરોનુ કામ બંધ થયુ છે અને તેઓ રોજગારીને લઈને મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
એક નિર્ણયને કારણે 80 હજાર લોકો બેરોજગાર
આ વિશે પેપર કપ કંપનીના માલિકોએ કહ્યુ છે કે તેઓ પહેલા વર્ષે 1200 કરોડનુ ટર્નઓવર હતુ. આ જોતા અમે લોન પર 2 વર્ષ પહેલા જ મશીનો પણ વસાવ્યા હતા.
આ ભેંસનુ વીર્ય છે ખૂબ જ મૂલ્યવાન, માલિક બની ગયો આજે કરોડપતિ, દર મહિને કમાય છે આટલા લાખ રૂપિયા
હવે આ મશીનનું કોઈ કામ રહ્યુ નથી. હવે શું કરવું? અમે સરકાર પાસેથી પણ લોન લીધી છે. AMC પર આક્ષેપ કરતા કંપનીના માલિકોએ કહ્યુ કે પહેલા એઅમસી દ્વારા જ પેપરકપ શરૂ કરાયા અને હવે બંધ કરવાનો આદેશ આપતા અમારી હાલત બગડી છે.