વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીએ ૧૪ વર્ષીય કિશોરને માર મારવાના બનાવ બન્યો હતો. બેરહેમીથી જાહેરમાં માર માર્યોની સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફ કેમેરા માં કેદ થઇ હતી. કિશોરને માર મારનાર કોન્સ્ટેબલ શક્તિસિંહને તત્કાલીન સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર, શનિવારે સાંજના સમયે નંદેસરી બજારમાં આવેલ ચાઈનીઝની લારી પાસે ૨ સગીર વયના છોકરાઓ મસ્તીમજાક કરતા હતા.
તે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનની પોલીસ વાન ત્યાંથી પસાર થઈ હતી. પોલીસ વાનમાં બેસેલ છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી શક્તિસિંહે લારી પાસે ગાડી ઉભી રાખી હતી. તે દમિયાન બે કિશોર મસ્તી કરતા પોલીસ વાનની સામે આવી ગયા હતા. ત્યારે ગુસ્સામા લાલચોળ થયેલા પોલીસ કર્મી દ્વારા કિશોરને માર મારવાનું શરુ કરી દીધું હતું. પોલીસ કારમી મારની બીકે ૧૪ વર્ષીય મહેશ નામના કિશોરે દોડી જઈ પોતાની કાકાની દુકાનમાં આવી ગયો હતો.
તેની પાછળ તરત જ છાણી પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મી આવીને સીધો કરિયાણાની દુકાનમાં ઘૂસી છોકરાને માર માર્યો હતો. આ પોલીસ કર્મીએ છોકરાને દુકાનની બહાર કાઢીને જાહેર રસ્તા પાસે હાથ ઊંધો વાળીને માથાના ભાગે માર માર્યો હતો. સાથે જ કિશોરના ગુપ્ત ભાગે લાત મારી હતી. આ સમગ્ર ઘટના દુકાન માં લગાવેલ ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ પોલીસ કર્મી શક્તિસિંહ નશાની હાલતમાં હતો.
૧૪ વર્ષીય છોકરાને પોલીસ કર્મી દ્વારા માર મારતા ઇજા પહોંચી હતી. આ જાણીને સમગ્ર ગ્રામજનો પોલીસ સામે આક્રોશ સાથે નંદેસરી પોલીસ મથકે પોહચ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો નંદેસરી પોલીસ મથક પહોંચી ન્યાયની માંગ કરી હતી, જેથી તાત્કાલિક ધોરણે નંદેસરી પોલીસે છાણી પોલીસ મથકના પોલીસ કર્મીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના પોલીસ કમિશનર સુધી આ બનાવ પહોંચ્યો હતો. જેથી કમિશ્નરએ તાત્કાલિક યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. છ ડિવિઝનના છઝ્રઁ પણ તાત્કાલિક નંદેસરી પોલીસ મથક પહોંચ્યા હતા. અટકાયત કરેલ કોન્સ્ટેબલ શકિતસિંહને તત્કાલીન સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.