ભારે વરસાદને કારણે હવે નદી નાળા છલી વળ્યા છે. આ વચ્ચે નર્મદા જિલ્લામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીના ખાપરબુંદા ગામે એક બાળકીનું નદીમા પડી જતા મોત નીપજતા શોકનો માહોલ છે. નદીમા પડી જનાર બાળકી માત્ર અઢી વર્ષની હતી. બાળકીનો પગ લપસી જતાં તે શેરખાડી નદીમાં પડી ગઈ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. બીજી તરફ્ર નદીનુ વહેણ ખુબ વધારે હતુ જેથી કોઈ બાળકી સુધી પહોંચી શકે તે પહેલા જ બાળકીનું મોત થયું છે.
ખાપરબુંદા ગામમા હાલ અઢી વર્ષની બાળકીના મોતથી વાતાવતરણ ગમગીન છે. બાળકીના નદીમા પડી ગયા બાદ 5 કલાકની ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ હજુ હવામન વિભાગે સૌરાષ્ટ્ર, બનસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણમા ભારે વરસાદ ખાબકશે. મહેસાણા, પાટણમાં અને રાધનપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે