અમદાવાદનો આ પૂલ બદનામ થઈ ગયો, ઉપરા ઉપરી બની રહી છે જીવ ટૂંકાવવાની ઘટના, ફરીવાર ચિચિયારી ઉઠી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

અમદાવાદના CTM  ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી જીવ ટૂંકાવવાની વધુ એક ઘટના સામે આવી છે. આ પહેલા પણ CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી આપઘાત કરવાના પ્રયાસની ઘટનાથી અરાજકતા ફેલાઈ હતી. મળતી માહિતી મુજબ 23 વર્ષની યુવતીએ CTM  ઓવરબ્રિજ પરથી કૂદકો મારી દીધો હતો. યુવતી નીચે પટકાઈ અને ગંભરી ઈજાઓ થઈ. હાલ યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

યુવતીએ CTM  ઓવરબ્રિજ પરથી કૂદકો મારી દીધો

જો કે, આ યુવતીએ શા માટે આપઘાત કરવામો પ્રયાસ કર્યો તે વિશે હજિ સુધી જોઈ કારણ સામે આવ્યુ નથી. છેલ્લા થોડા દિવસોમા આ બ્રિજ પરથી આપધાતની આ ત્રીજી ઘટના સામે આવી છે. હવે અમદાવાદના CTM  ઓવરબ્રિજ સુસાઈડ પોઈન્ટ બન્યો હોય તેવુ લાગુ રહ્યુ છે.

આપધાતની આ ત્રીજી ઘટના સામે આવી

થોડા દિવસો પહેલા પણ CTM ઓવરબ્રિજ પરથી જ એક યુવતીએ આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી. તે પણ નીચે પટકાતા ગંભરી ઈજાઓ પામી હતી.

આ તારીખે થશે વર્ષનું સૌથી મોટું ‘ગ્રહ સંક્રમણ’, 5 રાશિના લોકો રંકમાંથી બની જશે સીધા રાજા, પૈસાની કમી નહીં રહે

જો તમારા ઘરમાં પણ ક્યારેય આ પક્ષી જોવા મળે તો સમજો ભાગ્યના દરવાજા ખુલી ગયા, પછી ધનની ચિંતા ન કરતાં

નિયમો તોડવા બદલ WhatsApp બંધ કરશે 29 લાખ એકાઉન્ટ, લિસ્ટ પણ તૈયાર છે, શું તમે આવી ભૂલ નથી કરી ને?

આ બાદ તાત્કાલીક 108  બોલાવામા આવી અને મણિનગરની એલજી હોસ્પિટલમાં યુવતીને ખસેડવામાં આવી હતી. આ બાદ ડોકટરોએ જણાવ્યુ હતુ કે યુવતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. આ સિવાય પગમા ફેક્ચર પણ થયુ હોવાનુ સામે આવ્યુ હતુ.

 

 

 


Share this Article
TAGGED: