ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મોટો નિણર્ય લેવાયો છે. ગુજરાત સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લીધા હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ ખાતાઓમાં મહેસુલ વિભાગનો હવાલો જે અત્યાર સુધી રાજેન્દ્ર ત્રિવેદી સાંભળતા હતા તે હવે તેમની પાસેથી લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે.
આ સિવાય પૂર્ણેશ મોદી જેઓને ઉધોગ રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી તે હવે તેમની પાસેથી લઈને જગદીશ પંચાલ આપવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.
હાલ અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે છે.