વનરક્ષક કથિત પેપરકાંડ અંગે હવે મોટો ખુલાસો થયો છે. કહેવામા આવી રહ્યુ છે કે પરીક્ષા શરૂ થયા પહેલા 9 વાગ્યે જ સુમિતને શાળાના ધાબે બેસાડવામા આવ્યો હતો અને તેને આ પેપર સોલ્વ કરવાની જવાબદારી આપવામા આવી હતી. આ સાથે આ આખા કાંડમા રાજુ ચૌધરી નામનો શિક્ષક પણ સામેલ હોવાનુ સામે આવ્યુ છે. એક પછી એક પેપર ફૂટતા હવે આ મામલે વિધાનસભા સંકુલમાં કોંગ્રેસે ભારે વિરોધ કરી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.
મળતી માહિતી મુજબ વિધાનસભા સંકુલમા આજે કોંગ્રેસના ધારાસભ્યોએ નારેબાજી કરી. આ સાથે મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરવાના મુદ્દે પણ વિરોધ કરવામાં આવ્યો. આ આખુ કાંડ માયા ઉર્ફે મનીષાને પાસ કરાવવા માટે કરવામા આવ્યુ હતુ. એ વાતનો પણ ખુલાસો થયો છે કે આ પેપરને શાળાના પટાવાળાએ ફોટો પાડી અને રાજુ અને સુમિતને મોકવાનુ કામ કર્યુ હતુ પણ આ વચ્ચે રવિ મકવાણા નામનો વિદ્યાર્થી જોઈ ગયો. આ બાદ તેણે પણ જવાબ આપ્યા હતા અને સુપરવાઈઝરને પણ માયાને પાસ કરાવવા મદદ કરી હતી.
આ બાદ જ્યારે રવિ મકવાણા પકડાઈ ગયો ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ બાદ પટાવાળાએ કાગળ સળગાવી દીધા. હવે આ મામલે વિસનગર DySPને તપાસ સોંપાવામા આવી છે અને ઉનાવા પોલીસ મથકમાં આ મામલે અત્યર સુધીમા 8 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ અને ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કાંડમાં 3 ઉમેદવારને પાસ કરાવવાનુ કાવતરુ હતુ.