મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમને લઈને મોટી અપડેટ, જાન્યુઆરી મહિનાની આ દિવસે યોજાશે કાર્યક્રમ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે .મુખ્યમંત્રીશ્રીનો જાન્યુઆરી મહિનાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ગુરૂવાર તા. ૨૫મી જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે.અરજદારો પોતાની રજૂઆત સવારે ૭:૩૦ થી ૧૦ દરમિયાન આપી શકશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-૨, મુખ્યમંત્રીશ્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

આ રાજ્ય ‘સ્વાગત’માં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે તા. ૨૫મી જાન્યુઆરીએ સવારે ૭:૩૦ થી ૧૦ કલાક દરમિયાન મુખ્યમંત્રીશ્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે.

દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીશ્રીનો રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્યતઃ બપોરે ૩:૦૦ કલાકે યોજાતો હોય છે.

અંબાલાલ પટેલની આગાહી… વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ, ગુજરાતના આ ભાગોમાં આવશે વાતાવરણનો પલટો, જાણો

Breaking News: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનું વેઈટિંગ લિસ્ટ જાહેર, 6 અને 7 ફેબ્રુઆરીએ કરાશે ફાળવણી, જાણો વધુ વિગત

શું 16 એપ્રિલ 2024ના રોજ યોજાશે લોકસભાની ચૂંટણી? દિલ્હીના CEOએ જવાબ આપ્યો, ચૂંટણી પંચ માટે આ વાત છે અઘરી…

આગામી ગુરૂવાર, તા. ૨૫મી જાન્યુઆરીનો ‘સ્વાગત’ કાર્યક્રમ નિર્ધારીત સમયથી વહેલો એટલે કે બપોરે ૧૨:૩૦ કલાકે યોજાવાનો છે તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવાયું છે.


Share this Article
TAGGED: