રાજકોટ બાદ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસમાંથી મળી આવ્યો ગાંજાનો છોડ, FSL છોડનું ટેસ્ટિંગ કરશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: અગાઉ રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર જોવા મળ્યું હતું. જે બાદ હવે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. જેના કારણે યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. આજે NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા છે.NSUI દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળી આવ્યા બાદ ગાંજાની ખેતી થઈ રહી છે. બીજી તરફ મોટી સંખ્યામાં ગાંજાના છોડ ઉગાડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં ડી બ્લોક પાસે ગાંજાના છોડ મળી આવ્યા છે. બે અલગ અલગ છોડ મળી આવ્યા છે.આ કેનાબીસનો એક છોડ 6.5 ફૂટનો છે જ્યારે બીજો 5.5 ફૂટનો છે. એક નહીં પરંતુ અનેક છોડ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

યુક્રેને માત્ર એક ટાંકી ઉડાવી તો રશિયાએ મિસાઈલ-ડ્રોનથી તબાહી મચાવી દીધી, ઉપરા ઉપરી સતત 70 અટેક કર્યા

95 વર્ષના વૃદ્ધના દિલમાં જાગી બીજા લગ્નની ઈચ્છા, નાના પુત્રએ ખુશી-ખુશી પિતાની ઈચ્છા પૂરી કરી, ધામધૂમથી થયા લગ્ન

‘સેક્સ સારું છે, પણ પુતિનનું મૃત્યુ વધારે સારું છે’; રશિયન મહિલાએ બેગ પર આવા શબ્દો લખતાં જ ચારેકોર હંગામો મચ્યો

અગાઉ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર જોવા મળ્યું હતું. જેમાં મારવાડી કેમ્પસની અંદર ગાંજાના છોડ પણ મળી આવ્યા હતા. આ સાથે કેમ્પસની પાછળ એક આખું ગાંજાનું મેદાન મળી આવ્યું હતું. મીડિયા આ તરફ પહોંચ્યા બાદ મારવાડી કેમ્પસની પાછળના મેદાનમાં આગ લાગી હતી. આગના ધુમાડાથી ગાંજાની તીવ્ર દુર્ગંધ આવતી હતી.


Share this Article