ગુજરાત આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા માટે તેમના જ નિવેદને મોટી મુશ્કેકેલી ઉભી કરી છે. માહિતી મુજબ હવે આ નિવેદનોને કારણે ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ હરિદ્વાર કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર પીએમ મોદીની માતા સાથે અપશબ્દો કહેવાનો કરવાનો આરોપ છે. ગોપાલ ઈટાલીયાએ એક વિડીયો જાહેર કરીને પીએમ મોદીની ગુજરાત મુલાકાતને એક ખેલ ગણાવ્યો છે. ભાજપે હાલમાં જ ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમા ગોપાલ ઈટાલિયા કહેતા જોવા મળી રહ્યા છે કે, “હું માતાઓ અને બહેનોને અપીલ કરું છું કે તમને કથાઓ અને મંદિરોમાં કંઈ નહીં મળે, આ શોષણના ઘરો છે, જો તમારે તમારો અધિકાર જોઈએ છે, તમારે આ દેશ પર શાસન કરવું પડશે, તમારે સમાન અધિકાર જોઈએ છે તેથી વાર્તાઓમાં નાચવાને બદલે મારી માતાઓ અને બહેનો આ વાંચે છે (તેના હાથમાં એક પુસ્તક તરફ ઇશારો કરે છે).
ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ રહેલા ગોપાલ ઈટાલિયા પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરાઓમાંથી એક હતા. વર્ષ 2015માં હાર્દિક પટેલ સાથે મળીને ગુજરાતમાં પાટીદાર અનામત માટે આંદોલન શરૂ કર્યું હતું જે બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો.
વર્ષ 2020માં ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટી સાથે તેમની રાજકીય સફર શરૂ કરી અને ટૂંક સમયમાં AAP ના ગુજરાત ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત અને પછી રાજ્ય કન્વીનર બન્યા. આ અગાઉ પણ વર્ષ 2017માં ઇટાલિયાએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યા બાદ તેમને કારકુન પદેથી બરતરફ કરવામાં આવ્યો હતો.