વેરાવળમાં રેશનકાર્ડને લઈને આજે કોંગ્રેસના ધારાસભ્ય રસ્તે ઉતરી આવ્યા હતા. વિમલ ચુડાસમા રેશનકાર્ડના ચાર પોટલા લઇ નાયબ કલેક્ટર પાસે પહોંચ્યા ગયા હતા અને રેશનકાર્ડ હોવા છતાં અનાજ ન મળતુ હોવાની ફરિયાદ કરી રહ્યા છે. તેમની સાથે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પણ જોડાયા હતા. તેઓ 450થી વધુ એવા રાશનિંગના ફોર્મના પોટલુ બાંધ્યુ જેમની ફરિયાદો હતી. આ બધા ફોર્મ પ્રાંત અધિકારીને આપ્યા અને અનેક રજૂઆત બાદ અનાજ ન મળતુ હોવાને આક્ષેપ કર્યો હતો.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે કોરોના બાદ અનેક લોકોની પરિસ્થિતિ કથળી છે અને ભોજન માટે હેરાન થઈ રહ્યા છે. સરકારમાં આ સર્વેની રજુઆત આ અગાઉ કરવામા આવી છે પણ કોઈ નિરાકરણ આવ્યુ નથી.
હવે ધારાસભ્યએ પોતે સર્વે કરી શહેર અને ગ્રામ્ય વિસ્તારના 450થી વધુ ફોર્મ એકઠા કરી ડે.કલેકટરને સોંપ્યા છે અને આ સમસ્યા અંગે ધ્યાન દોર્યુ છે. ધારાસ્ભ્યે આ સમસ્યાના વિરોધ માટે અનોખી રીત શોધી છે જેમા તેઓ 450થી વધું રાશનિંગના ફોર્મ વધુ ફોર્મ એકઠા કરી પોટલા બાંધી અને ભરી વેરાવળ પ્રાંત કચેરી રેલી યોજી પહોચ્યા હતા.