સોશિયલ મીડિયા પર હાર્દિક વોરા નામના યુવાને એવો દાવો કર્યો હતો કે એમની પંક્તિ ગુજરાતના પ્રખ્યાત કવિ અંકિત ત્રિવેદીએ કોપી કરી છે અને ઉઠાંતરી કરી પોતાનું નામ ચીપકાવી દીધું છે. આ આર્ટિકલ લોક પત્રિકાએ પબ્લિશ કર્યો હતો. પરંતુ એ આક્ષેપ તદ્દન પાયાવિહોણો અને જુઠ્ઠાણો નીકળ્યો છે.
હાર્કિદ વોરાએ માફી માંગી
આ અંગે અંકિતભાઈ સાથે થયેલી વાતચીત મુજબ આ પંક્તિ તેમણે જ લખેલી છે અને 2012માં ગીત પુર્વક પુસ્તકમાં છપાઈ પણ ચૂકેલી છે.
આ પંક્તિ કંઈક આવી રીતે છે..
એક છોકરો સૂતો સૂતો તારો wait કરે છે, એવી કેવી મોંઘેરી તું કે સપનામાં પણ Late કરે છે ?
તો વળી આ આખી કવિતા આવી રીતે છે…
એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
આગળ પાછળ તારી એ
આખો દી ફરતો રાઉન્ડ રે…
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પાઉન્ડ રે…
ક્યારેક આવી ખોલે છે તું…
કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો gate કરે છે
ધીમે ધીમે પડશે સમજણ
કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું
પહેલા તો રીમઝીમ…
તારા માટે તડપે છે એ…
નાહકનો એને તું who is that કરે છે
એવી કેવી મોંઘેરી તું…
-અંકિત ત્રિવેદી
ત્યારે અંકિતભાઈ સાથે થયેલી વાતચીત મૂજબ 2012માં પ્રકાશિત થયેલ કાવ્ય સંગ્રહ ગીત પુર્વકમાં આ આખી કવિતા છપાઈ ચૂકી છે. લોક પત્રિકાના ટ્રેની રિપોર્ટરના કારણે થયેલી ભૂલ બદલ અંકિત ત્રિવેદીના અમે પણ ક્ષમા પ્રાર્થી છીએ. તો વળી એમના નામને અને કામને જે કંઈ નુકસાન થયો એનું દુ:ખ પણ છે. હાર્દિક વોરા નામના યુવાન દ્વારા જે પણ કંઈ પેંતરો કરવામાં આવ્યો એને વખોડી કાઢીએ છીએ.
ગુજરાત-મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું, પશ્ચિમ બંગાળમાં ભાવ વધ્યા, જાણો નવા આજના ભાવ
બીજા પર આક્ષેપ કરનાર હાર્દિક વોરાએ જ આ કોપી કરીને મામલો ચગાવ્યો હતો. સોશિયલ મીડિયામાં આવી રીતે વાત ફેલાવી અંકિત ત્રિવેદીના નામને અને છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાર્દિક વોરાએ શા માટે આવું કર્યું એ તો એનો વિષય છે, પરંતુ આ પંક્તિ હાર્દિક વોરાએ કોપી કરીને પોતાના પેજ પર અપલોડ કરી હતી એ પુરવાર થયું છે. જે રિપોર્ટર દ્વારા આવી ભૂલ કરવામાં આવી હતી એના પર પણ એક્શન લેવામાં આવ્યા છે અને બીજી વખત ભૂલ ન કરે એ બાબતે કડક સૂચના પણ આપી દેવામાં આવી છે.