પાલનપુર: બેન્કમાં આગ લાગવા ની ઘટના બને તો સૌકોઇ ના જીવ તાળવે ચોંટી જાય છે આવીજ ઘટના બનાસકાંઠા જિલ્લા માં બનતા દોડધામ મચી ગઇ હતી.જોકે ઘટના માં રોકડ રકમ અને જરૂરી કાગળો નો બચાવ થતા હાશકારો લેવાયો હતો.
થરાદ તાલુકા ના પીલૂડાં ગામ માં આવેલી બનાસ બેન્ક માં આગ લાગી હોવાની જાણ સ્થાનિક લોકો ને તેમજ બેન્ક કર્મચારીઓ ને થતા દોડધામ મચી ગઇ હતી અને આગ ની જ્વાળા માં બેન્ક ને નુકશાન થાય તે પહેલા ફાયરફાયટર ની ટિમ આવી પહોંચી હતી.
આગ ને કાબુ માં લેવા માં સફળતા મળતા કર્મચારીઓ એ રાહત નો દમ લીધો હતો આગ લાગવા નું પ્રાથમિક તારણ સૉર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીયછેકે,બેન્ક માં આગ લાગી હોવા ની વાત વાયુ વેગ ગામ માં પ્રસરી જતા અફડાતફડી નો માહોલ સર્જાયો હતો.જોકે ઘટના માં ફર્નિચર ને નુકસાન થતા અંદાજે દોઢ લાખ નું નુકશાન થયું છે જ્યારે રોકડ તેમજ અગત્ય ના કાગળ નો બચાવ થયો હતો