અમદાવાદમાં અવારનવાર દારુ અને જુગારના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હાલમાં અમીરોના જુગારનો એક કેસ સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા થઈ રહી છે. અમદાવાદના પોશ વિસ્તારમાંથી મોટું જુગારધામ ધામ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદની તાજ હોટલમાં ચાલતા જુગારધામ પર PCBએ દરોડો પાડીને 10 જુગારીઓની ધરપકડ કરી છે. આ સાથે જ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલમાં આ જુગારધામ ચાલતું હતું.
PCBને જ્યારે આ જુગારધામની બાતમી મળી જેના આધારે આજે સવારે PCBની ટીમે હોટલમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન તાજ હોટલના રૂમ નંબર 721માંથી 10 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. પકડાયેલ 10 જુગારી અમદાવાદ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગપતિ છે એવું પણ સામે આવ્યું છે. આ તમામ હોટલના રૂમમાં ઠાઠથી જુગાર રમતા હોવાની વિગતો મળી હતી. PCBની ટીમે આ જુગારીઓની રંગેહાથે ઝડપી પાડ્યા છે. સાથે જ 10 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ઈસમો પાસેથી મોબાઈલ ફોન, ગંજીપાનાની કેટો, લાલ તથા સફેદ કલરના કોઈન નંગ-186 મળી કુલ રૂપિયા 10,48,350નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
કોણ હતા આ 10 જુગારીઓ
– કૈલાશ ગોયન્કા
– કનુ પટેલ
– ભાવિન પરીખ
– શંકર પટેલ
– નરેન્દ્ર પટેલ
– અજીત શાહ
– હસમુખ પરીખ
– પ્રદીપ પટેલ
– ભરત પટેલ
– જગદીશ દેસાઈ
300 વર્ષ પછી રચાયો શક્તિશાળી નવપંચમ રાજયોગ, આ ગ્રહો હશે એક સાથે; આ લોકોને પૈસા જ પૈસા આવશે
CRPF કરશે 1.30 લાખ કોન્સ્ટેબલની ભરતી, 10મું પાસ અરજી કરી શકશે, મંત્રાલયે યુવાનોને રાજી રાજી કરી દીધા
જો કે મોટી વાત તો એ છે કે તાજ હોટેલના માલિક કૈલાશ ગોયન્કા પણ આ એમાં શામેલ હતા. માલિક સહિત 10 જુગારીઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર, કૈલાશ ગોયેન્કા પોતાની માલિકીની તાજ હોટલમાં પોતાના મિત્ર વર્તુળના માણસોને બોલાવી ભેગા કરી ગંજી પાનાથી પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા હતા. રેડ દરમિયાન જુગારના અખાડામાંથી જુગાર રમતા પકડાયેલ 10 ઈસમો પાસેથી 9,83,350 રૂપિયા રોકડા મળી આવ્યા છે.