શેરથા ખાતે માલધારી સમાજનું મહાસંમેલન યોજાયુ હતુ. આ દરમિયાન મોટી સંખ્યામાં માલધારી સમાજ, 20 કરતા વધુ મંદિરોના મહંતો, 40 કરતા પણ વધુ મંદિરના ભૂવા, 17 કરતા પણ વધુ સંસ્થાઓના વડાઓ હાજર રહ્યા હતા. આ સિવાય માલદારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો પણ મહાસંમેલનમાં જોડાયા હતા. માલધારી સમાજ પોતાની 14 માગણીઓને લઈને સરકાર સામે રોષે ભરાયો છે. આ વચ્ચે સરકાર દ્વારા લાવવામા આવેલ વધુ એક કાયદોથી તેઓ નારજ છે.
માહિતી મુજબ માલધારી સમાજે 14 માગણીઓ, ઢોર નિયંત્રણ બિલ રદ્દ કરવા, માલધીર વસાહતો બનાવી પશુ અને માલધારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા, ઢોર પકડવા નિકળતી ટીમ માલધારીઓની બેન- દિકરીઓ પર ખોટા પોલીસ કેસ ન કરવા, પશુ માટે આયોજન કર્યા વગર શહેરીકરણ બંધ કરવા, માલધારીઓના નિવાસ, વાડા અને તબેલામાંથી પશુઓ ઝુંટવવાનું બંધ કરવાની માંગ કરવામા આવી રહી છે.
આ સિવાય માલધારી સમાજની માંગ છે કે ગૌચર જમીન પચાવી પાડવા, પકડેલ ગાયને દંડ લઈ છોડી મુકવા, શહેરી વિસ્તારમાં જાહેરમાં ઘાસ ચારો વેચવાનો બંધ કરાવાનો કાયદો રદ્દ કરવામાં આવે.
માલધારી સમાજનુ કહેવુ છે કે જો સરકાર આ માંગ નહી સ્વિકારે તો ગાંધીનગર ઘેરીને ઉગ્ર આંદોલન કરીશુ. આ માટેની રણનીતિ પણ માલધારી વેદના સમ્મેલનમાં આગેવાનોએ ઘડી નાખી હોવાના સમાચાર છે. આ સાથે 21મી તારીખે માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં દુધ નહી ભરાવી આંદોલન કરવાની વાત મુકી છે.