અમદાવાદઃ એક સરકારી પરિપત્રના કારણે રાજ્યની 7620 ગ્રાન્ટેડ શાળામાં ખળભળાટ મચી ગયો છે. ગ્રાન્ટેડ શાળાઓનો સમય સવારે 11થી 5 વાગ્યા સુધી કરવાના આદેશને પગલે શાળા સંચાલકો અને વાલીઓમાં હોબાળો મચ્યો છે. સ્કૂલોમાં 27 કલાકનો અભ્યાસ થાય એ હેતુથી ગ્રાન્ટેડ સ્કૂલો બપોર પાળી શિક્ષણ વિભાગે કરી છે. જેથી રાજ્યમાં આવેલી 7,620 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલને શિક્ષણ વિભાગમાં નિર્ણયની સીધી અસર થતાં મામલો ગરમાયો છે. શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગો બપોરે ચલાવવા પડશે.
ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, શાળાના સમય બાબતે વિનીયમમાં કોઈ જોગવાઈ નથી, શાળામાં કામના કલાકો નક્કી કરાયા છે. પરંતુ શાળાઓને પોતાના વિસ્તારની પરિસ્થિતિ ધ્યાને રાખીને સમય નક્કી કરવા દેવી જોઈએ. શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ, હવેથી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગો બપોરે ચલાવવા પડશે. ભૂતકાળમાં પણ 3 વખત શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ સ્કૂલોને સવારે વર્ગો નાં ચલાવવા માટે આદેશ કર્યો હતો. જો કે જે તે સમયે સંચાલકો અને વાલીઓના વિરોધને કારણે શિક્ષણ વિભાગે પરિપત્ર રદ કર્યો હતો.
શિક્ષણ વિભાગના ગ્રાન્ટેડ સ્કુલોનો સમય સવારે 11 થી 5 વાગ્યા સુધી કરવાના આદેશ બાદ સંચાલકો અને વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. સ્કૂલોમાં 27 કલાકનો અભ્યાસ થાય એ હેતુથી ગ્રાન્ટેડ સ્કૂલો બપોર પાળી શિક્ષણ વિભાગે કરી છે. જો કે રાજ્યમાં આવેલી 7,620 ગ્રાન્ટેડ સ્કૂલને શિક્ષણ વિભાગમાં નિર્ણયની સીધી અસર થતાં મામલો ગરમાયો છે. જે ગ્રાન્ટેડ સ્કૂલો સવારે ચાલતી હોય તેને તાત્કાલિક બપોરે ચલાવવાનો આદેશ કરાયો છે. જે સ્કૂલમાં પાળી સિસ્ટમ નથી એ સ્કૂલો પણ સવારની પાળીમાં સ્કૂલ ચલાવી નહીં શકે, જેના કારણે સંચાલકોમાં પણ આ સરકારી પરિપત્રને કારણે વિવાદ સર્જાયો છે.