રાજસ્થાનના બિકાનેર નજીક ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત નડ્યો છે. ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચેય સભ્યોના મોત નિપજ્યા છે. ટ્રક અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયાનક અકસ્માત થયો છે. જેમાં તમામ સભ્યોના મોત થયા છે. હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે.
#WATCH | Bikaner, Rajasthan: Five people have died as car collides with truck on Bharatmala Expressway. The deceased including two women, two men and a girl are said to be from Gujarat: SP Tejashwani Gautam pic.twitter.com/d7913DwNqP
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 16, 2024
ભારતમાલા એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ટ્રકે કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયો કારમાં સવાર તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બે પુરૂષ, બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.
મૃતકોના મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. ટ્રકમાં પશુઓનો ઘાસચારો ભરેલો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના રાસીસર ગામ પાસે બની હતી.