પાલનપુર: લગ્નની સીઝન સાથે સાથે સ્કૂલોમાં પણ વેકેશન પડી રહ્યું છે. ત્યારે પરિવારો જેતે સ્થળે ફરવા અથવા સામાજિક કામ અર્થે જઈ રહ્યા છે.
તેવામાં જે વાહનમાં મુસાફરી કરો તેમાં અચાનક ચાલતા ચાલતા આગ લાગે તો વાહનમાં બેઠેલા મુસાફરોની દિલની ધડકન વધી જતી હોય છે. તે વોજ બનાવ બનાસકાંઠામાં બનતા થોડી વાર માટે તંત્ માં દોડધામ મચી ગઇ હતી. સુરતથી રાજસ્થાનના જાલોર તરફ જતા એક પરિવારના વાહન અમીરગઢ નજીકથી પસાર થઈ રહ્યું હતું તેવામાં વાહનમાંથી ધુમાડો નીકળતા જોઈ વાહન ચાલકે વાહનને રોકી અંદર બેઠેલા અંદાજે 5 જેટલા મુસાફરોને બહાર નીકાળી વાહનથી દુર મૂકી દીધા હતા.
જોકે જોત જોતા આગની જ્વાળા એટલી હદે વિકરાળ બની ગઈ હતી કે,વાહન બળી ને રાખ થઈ ગયું હતું બનાવની જાણ થતાં અમીરગઢ પી.એસ.આઈ.એમ.કે ઝાલા પોતાની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્ન કરાયો હતો.