ભવર મીણા, આબુરોડ: મોંઘવારીની માર વચ્ચે નાના વેપારીઓએ દુકાનમાં વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.એવા જો નુકશાન વેઠવાનો વારો આવે તો વેપારીઓની શુ દશા થાય તે તો કલ્પી પણ ન શકાય આવીજ ઘટના બનાસકાંઠાને અડી ને આવેલા રાજસ્થાનના આબુરોડ શહેરમાં બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આબુરોડ શહેરમાંથી માઉન્ટ આબુ જવાના માર્ગ પર આવેલા શાંતિ વન સામેના ભાગે નાના વેપારીઓ ટેન્ટ જેવું લગાવી કપડાં,ચપ્પલ,બેગ નું વેચાણ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.તે 8 થી 10 જેટલી દુકાનોમાં ગુરુવારના અચાનક આગ લાગી હતી.
આગની જ્વાળા જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેમજ ફાયરફાયટરની ટીમ આવી આગને કાબુમાં લે તે પહેલા દુકાનોનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં બનાવ સ્થળે પોલીસ તેમજ ફાયરફાયટરની ટીમ અને લોકોના ટોળેટોળાં આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરી હતી.