દેશભરમાં આજથી એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થઇ ગયા છે. આ વખતે એલપીજી ગેસ સિલિન્ડર ૨૫૦ રૂપિયા મોંઘો થઇ ગયો છે. જાેકે આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ એલપીજીના ગ્રાહકોને રાહત મળી છે. હમણાં ૧૦ દિવસ પહેલાં ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા હતા જ્યારે ૨૨ માર્ચના રોજ કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો હતો.
તમને જણાવી દઇએ કે લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. ૨૨ માર્ચના રોજ સબસિડી વિનાના ઘરેલૂ એલપીજી સિલિન્ડરમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. તમને જણાવી દઇએ કે ૧૯ કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આજથી દિલ્હીમાં ૨૨૫૩ રૂપિયાનો મળશે. તો બીજી તરફ કલકત્તામાં હવે આ ૨૦૮૭ રૂપિયાના બદલે ૨૩૫૧ રૂપિયા અને મુંબઇમાં ૧૯૯૫૫ ના બદલે ૨૨૦૫ રૂપિયામાં મળશે.
ચેન્નઇમાં હવે આ સિલિન્ડર માટે ૨૧૩૮ રૂપિયાના બદલે ૨૪૦૬ રૂપિયા ખર્ચ કરવા પડશે. તમને જણાવી દઇએ કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા ઉપરાંત હવાઇ ઇંધણના ભાવમાં વધારો થયો છે. ૧ એપ્રિલના રોજ જેટ ફ્યૂલ એટલે કે એટીએફના ભાવ ૨ ટકા વધીને ૧,૧૨,૯૨૫ કિલોલીટર થઇ ગયા છે. પહેલાં ૧,૧૦, ૬૬૬ રૂપિયા કિલોલીટર હતા. તો બીજી તરફ નવા દર ૧૫ એપ્રિલ ૨૦૨૨થી લાગૂ થશે.
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. આજે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે ૨૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સીએનજીની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. જાેકે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજીની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે.
આ સાથે જ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ ૭૯.૫૯ રૂપિયા થયો છે. અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ ૭૪.૫૯ રૂપિયા હતો. સરકારી ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હી, મુંબઈ, સહિત દેશના વિવિધ શહેરોમાં આજે કિંમત સ્થિર રહી છે. ગુજરાતમાં પણ આજે ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલની કિંમતમાં ૬.૪૦ રૂપિયાનો વધારો કર્યો છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૨ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે.વારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે.
\વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક ઇજીઁ સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક ઇજીઁ લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.