જૂનાગઢ નજીક આવેલા માંગરોળમા દીપડો ઘુશી જતા દેડધામ મચી હતી. અહીના ઢેલાણા નગરપાલિકાની પાણીના ટાંકાની ઓરડીમાં દીપડો ઘૂસી ગયો હતો જે બાદ સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી અને દીપડાનું રેસ્ક્યૂ કર્યું હતું. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે ઢેલાણાનો સ્થાનિક પાણીની મોટર ચાલુ કરવા ત્યા ઓરડીમાં ગયો અને જોયુ તો ત્યા દીપડો બેઠો હતો.
આ બાદ તે તરત જ દોડીને બહાર આવી ગયો હતો જેથી દીપડાને હુમલો કરવાનો મોકો ન મળ્યો હતો. આ બાદ આજુબાજુના લોકોને એકઠા થઈ ગયા અને વનવિભાગને જાણ કરવામા આવી.
આ અગાઉ પણ માગરોળ પંથકમાંથી આવા શિકાર માટે ગામડાઓમાં પશુઓ ઘૂસી ગયા હોવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે.