તાજેતરમા કેન્દ્ર સરકારની યોજના અગ્નિપથ વિવાદોમા ઘેરાય છે. દેશનાં અનેક સ્થળોએ વિધયાર્થી વિરોધ કરી રહ્યા તો વળી ક્યાંક સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડયુ હોવાની ઘટના સામે આવી રહી છે. આ વચ્ચે ગુજરાતના કચ્છથી સમાચાર સામે આવ્યા છે કે અહીના 23 વર્ષીય યુવાને કેન્દ્રીય રક્ષામંત્રીને પોતાના લોહીથી લખેલા પત્ર મોકલ્યો છે.
આ પત્રમા યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની વાત લખી છે અને હિંસક વિરોધ કરી રહેલા લોકોને આ બધુ બંધ કરવા અપીલ કરી છે. આ યુવાનનુ નામ દીપક ડાંગર છે અને તે મુળ ભાવનગરના ટીમાણા ગામનો વતની છે, હાલ દયાપરમા રહે છે. દીપકે આ પત્ર લખવા દયાપરના આરોગ્ય કેન્દ્રમાં પોતાનું લોહી બોટલમાં લીધુ અને પત્ર લખ્યો. તેણે એક પણ રૂપિયો વેતન લીધા વગર પણ આજીવન દેશની સેવા કરવા ઇચ્છે છે તેવી વાત પત્રમા જણાવી છે.
દીપકે જણાવ્યુ કે તે હાલ કચ્છ યુનિવર્સિટીમાં એમએસડબ્લ્યુમાં અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. તેના પરિવારના સભ્યો આર્મી, નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે જોડાતેલા છે જેથી બાળપણથી તેનામા દેશદાઝની ભાવના છે. પોતાના ગામ વિશે વાત કરતા તેણે કહ્યુ કે માત્ર સાડાચાર હજાર જેટલી વસતિ ધરાવતા મારા નાનકડા ગામ ટીમાણામા 20 જેટલા યુવાનો સેનામાં છે.