ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢમાં ગુરુવારે બપોરે એક મોટો અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદ વચ્ચે અહીંના આરામ સ્થળનો એક ગુંબજ તૂટી ગયો હતો. રાત્રી આશ્રયસ્થાનની ટોચ પરનો કોંક્રિટ સ્લેબ તોડીને ગુંબજ નાઇટ શેલ્ટરની છત પર પડ્યો હતો. વરસાદથી બચવા ભક્તો આ સ્લેબ નીચે ઉભા રહેતા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળક સહિત 8 લોકો ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ લોકો માતાના દર્શન કરીને ઘરે પરત ફરવાના હતા. પરંતુ, આ દરમિયાન ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદથી બચવા દરેક લોકો નાઈટ શેલ્ટર નીચે ઉભા હતા. દરમિયાન નાઈટ શેલ્ટરનો સ્લેબ તૂટીને તેમના પર પડ્યો હતો. માથામાં ગંભીર ઈજાના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, અન્ય 8 ઘાયલ લોકોને નાની-મોટી ઈજાઓ છે.
ઘટનામાં પથ્થરની કુટિરના ઘુમ્મટના કાટમાળ નીચે 10થી વધુ લોકો દબાયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ મદદ માટે દોડી આવ્યા હતા અને સ્લેબના પથ્થરો ઉપાડીને તમામ ઘાયલોને બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકો તમામ ઇજાગ્રસ્તોને ખાનગી વાહનોમાં હાલોલ સાર્વજનિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. અકસ્માતમાં ઘાયલ એક મહિલા અને એક પુરુષ સિવાય બાકીના તમામ સભ્યો એક જ પરિવારના છે.
સોના ચાંદીનો ભાવ સૌથી હાઈ રેકોર્ડ પર, ભાવમાં તોતિંગ વધારો થતાં લોકોની બૂમ પડી ગઈ, જાણો નવો ભાવ
ગુજરાતીઓ માટે સારા સમાચાર, આ તારીખથી માવઠું બંધ થઈ જશે, ખેડૂતો માટે સૌથી મોટી રાહત
કોણે કીધું અદાણી પાસે પૈસા નથી, ખરીદી આટલી મોંઘીદાટ નવી નકોર કાર, આપણે તો આજીવન બેઠા બેઠા ખાઈ લઈએ
આ ઘટનામાં એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, દટાયેલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.