ખેડા જિલ્લામાં ખૂબ જ ચકચારી બનાવ બન્યો છે. જેમાં એક સગીર પિતરાઈએ બીજા સગીરની હત્યા કરી નાખી છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં મોબાઈલ ગેમ રમવા બાબતે પિતરાઈ ભાઈએ પિતરાઈ ભાઈની હત્યાની ઘટના બનવા પામી છે. ખેડા જિલ્લાના ખેડા તાલુકાના ગોબલજ ગામે ગત તારીખ ૨૨મી મેના રોજ બે પિતરાઈ મોબાઈલ પર ગેમ રમતા હતા.
આ સમયે ગેમ રમવાનો વારો બીજા ભાઈનો આવતા તેણે મોબાઈલ ફોન આપવાની ના પાડી દીધી હતી. જે બાદમાં ગુસ્સે ભરાયેલા પિતરાઈએ બીજાની પિતરાઈની માથામાં બોથડ પદાર્થનો ઘા મારી દીધી હતો. માથામાં બોથડ પદાર્થનો ઘા મારતા સગીર બેભાન થઈ ગયો હતો. જે બાદમાં હુમલો કરનાર પિતરાઈએ એવું માની લીધું હતું કે તેનું મૃત્યું થઈ ગયું છે.
બાદમાં તેના હાથ-પગ તારથી બાંધીને તેને કૂવામાં ફેંકી દીધો હતો. આખરે આ મામલે પોલીસે તમામ કડીઓ મેળવી ખુલાસો કરતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. બનાવની વધારે વિગત જાેઈએ તો ગોબલજ ગામમાં મોબાઈલ ફોનમાં ફ્રી ફાયર ગેમ રમવા બાબતે બે પિતરાઈ ભાઈ વચ્ચે મનદુઃખ થયું હતું. જેમાં એક પિતરાઈ ભાઈએ બીજા પિતરાઈ ભાઈને માથામાં વજનદાર પથ્થર માર્યો હતો. જેને કારણે એક ભાઈ બેભાન થતા બીજા ભાઈએ માની લીધું કે તેનું મૃત્યુ થઈ ગયું છે.
આથી બેભાન પિતરાઈ ભાઈના હાથ-પગ તારથી બાંધી તેને નજીકના કૂવામાં ફેંકી દીધો હતો. કૂવામાં પડતાં તેનું મૃત્યું થયું હતું. બાદમાં પરિવારે મૃતકની શોધખોળ આદરી હતી. જાેકે, કોઈ પત્તો ન લાગતા પરિવારે ખેડા ટાઉન પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ કરતા એક પિતરાઈ ભાઈએ જ બીજા પિતરાઈ ભાઈની હત્યા કરી હોવાનો ભેદ ખુલ્યો હતો. અહીં એક વાત નોંધવી રહી કે મરણજનાર સગીર છે અને હત્યા કરનાર પિતરાઈ ભાઈ પણ સગીર છે.
આ મામલે ખેડા ટાઉન પોલીસના પીએસઆઈ એચ.આચ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આ કેસમાં સંઘર્ષમાં આવેલું બાળક અને મરણજનાર બાળક પકોડી ખાવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં તપાસ કરતા તે રાજસ્થાનના વાંસવાડા ખાતે પહોંચી ગયા હતા. જ્યાંથી તેમને પરત લાવ્યા હતા. આ બનાવમાં ફરિયાદનો પુત્ર અને કાયદામાં સંઘર્ષમા આવેલો બાળક મોબાઇલમાં ગેમ રમતા હતા.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, “આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતાં એક બાળકે બીજાના માથામાં પથ્થર મારી દીધો હતો. પથ્થર વાગવાને કારણે બાળક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદમાં હુમલો કરનાર બાળક ડરી ગયો હતો. આથી તેણે પોતાના પિતરાઈને મૃત હોવાનું માની લઈને તેના હાથ અને પગ તારથી બાંધી દીધા હતા. બાદમાં તેને કૂવામાં ફેંકી દીધો હતો. પોલીસ પૂછપરછમાં બાળકે પિતરાઈને કૂવામાં ફેંકી દીધાની કબૂલાત કર્યા બાદ તપાસ કરતા બાળકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો.”