Bhavnagar News: આખા ગુજરાતને આંચકો આવે એવી ગઈકાલે એક ઘટના ઘટી હતી. રવિવારે બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશને કાળજુ કંપાવી દે તેવી ઘટનાંમાં રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કરી લીધો હતો. આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસનાં અધિકારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આવ્યા હતા અને હવે આ મામલે એક મોટો ખુલાસો થયો છે.
આ આપઘાત કેસમાં આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચારેય લોકો 6 દિવસ પહેલા જેલમાંથી જામીન પર મુક્ત થયા હતા. એક જ પરિવારનાં 4 સભ્યોનો આપઘાત સમગ્ર વિસ્તાર માટે અરેરારી સમાન હતો. નાના સખપર ગામે રહેતા પિતા, પુત્ર અને બે પુત્રીઓએ આત્મહત્યા કરી હતી. આપઘાત કરનારા ચારેય લોકો 307 નાં ગુનામાં જેલમાં હતા એવી પણ માહિતી સામે આવી હતી. ચારેય લોકો 6 દિવસ પહેલા જ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા અને હવે રવિવારે આવું પગલું ભરી લીધું હતું.
શ્રી રામ મંદિર, યોગી આદિત્યનાથ અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ રાતોરાત તસાપમાં લાગી
નવા વર્ષ પર સૌથી પહેલાં અને સૌથી સારા સમાચાર, LPGના ભાવમાં મોટો ઘટાડો, જલ્દી જણી લો નવા ભાવ
5 વર્ષના બાળ સ્વરૂપ, 51 ઇંચ લંબાઈ અને વાદળી પથ્થરનો ઉપયોગ, આવી હશે ભગવાન શ્રી રામની પ્રતિમા
મૃતકોની ઓળખ કરતા તમામ વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મંગાભાઈ વિંઝુડા (ઉવ.42), જીજ્ઞેશ મંગાભાઈ વિંઝુડા (ઉવ.20), રેખાબેન મંગાભાઈ વિંઝુડા (ઉવ.20) અને એક માઈનોર વિંઝુડા ફેમિલીનો સદસ્ય હોવાનું સામે આવ્યું છે. મૃતક મંગાભાઈના પત્નીનું આશરે 6 મહિના પહેલા નિધન થયુ હોવાની વિગતો મળી રહી છે.