Gujarat Bridge Collapse: ગુજરાતના તાપી જિલ્લામાં મીંઢોળા નદી પર નવો બંધાયેલ પુલ બુધવારે સવારે તૂટી પડ્યો હતો. આ બ્રિજનું ઉદ્ઘાટન પણ હજુ થયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, વાલોડ તાલુકાના મેઘપુર ગામથી વ્યારા તાલુકાના દહેગામા ગામને જોડતા નવા બનેલા પુલનો મધ્ય ભાગ મીંડોળા નદીમાં પડતાં સવારે 6.30 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. આ પુલ ધરાશાયી થતા 15 જેટલા ગામો પ્રભાવિત થયા છે.
गुजरात: तापी के व्यारा तहसील के मायपुर और देगामा गांव को जोड़ने वाली सड़क पर मिंधोला नदी पर बना पुल टूटा। पुल के टूटने से करीब 15 गांव प्रभावित हुए हैं।
कार्यपालक इंजीनियर नीरव राठौड़ ने बताया, "पुल के निर्माण का कार्य 2021 में शुरू हुआ था, जिसकी लागत 2 करोड़ रुपए है। एक्सपर्ट… pic.twitter.com/RF76hsfPmB
— ANI_HindiNews (@AHindinews) June 14, 2023
અધિકારીઓએ જણાવ્યું કે આ બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને તેઓ તેના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર નીરવ રાઠોડે કહ્યું, ‘આ બ્રિજનું નિર્માણ કાર્ય 2021માં શરૂ થયું હતું, જેનો ખર્ચ 2 કરોડ રૂપિયા હતો. નિષ્ણાંતો દ્વારા તપાસ કરીને પુલ તૂટી પડવાના કારણો જાણવામાં આવશે. બીજી તરફ, અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તાપી જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગે જણાવ્યું હતું કે, ‘હાલમાં બ્રિજ કામ કરી રહ્યો ન હતો. અમે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને વપરાયેલી સામગ્રીની ગુણવત્તાની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
વાસ્તવમાં અહીંના સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે બ્રિજના નિર્માણ દરમિયાન તેની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉભા થયા હતા અને આ અંગે કોન્ટ્રાક્ટર સાથે બોલાચાલી થઈ હતી. તેઓએ જણાવ્યું કે પહેલા આ જ જગ્યાએ એક નાનો પુલ હતો, પરંતુ તે ચોમાસામાં નદીમાં ડૂબી જતો હતો. આવી સ્થિતિમાં, લોકોએ સ્થાનિક નેતાઓ અને રાજ્ય સરકારને અપીલ કરી, જેના પછી વર્ષ 2021 માં આ નવા બ્રિજનું નિર્માણ શરૂ થયું.
આ પણ વાંચો
વાવાઝોડાથી અમારા જીવને પણ ખતરો છે, દરિયાકાંઠે રહીએ છીએ, અમારી ખબર પૂછવા પણ કોઈ નથી આવ્યું
આ પહેલા તાજેતરમાં બિહારના ભાગલપુરમાં અગુવાની-સુલતાનગંજ પુલ તૂટી ગયો હતો. આ પુલ ગંગા નદી પર ભાગલપુર અને ખગરિયા જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો હતો. તેને બનાવવામાં રૂ. 1,770 કરોડથી વધુનો ખર્ચ થયો હતો.