ગ્રીન એનર્જી તરફ સરકારનું વધુ એક પગલું, સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે સ્થપાશે રૂફ-ટોપ સોલાર પ્લાન્ટ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

AHMEDABAD NEWS:  ગુજરાતમાં અમદાવાદમાં સાબરમતી મલ્ટિ મોડલ ટ્રાન્ઝિટ હબ બિલ્ડિંગ દ્વારા રિન્યુએબલ એનર્જી સર્વિસ કંપની રેસ્કો મોડ હેઠળ 700 કિલોવોટનો સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. સાબરમતી હબ મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ બિલ્ડીંગ એ એવી બિલ્ડિંગ છે, કે જે રેલવે સ્ટેશન, મેટ્રો, બીઆરટી અને માર્ગ પરિવહનનાં અન્ય માધ્યમો જેવા પરિવહનનાં અન્ય માધ્યમોને એચએસઆર સિસ્ટમ સાથે અવિરત જોડાણ પ્રદાન કરશે.

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ચલાવતી કંપની નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રાજ્યની એવી પ્રથમ કંપની બની છે કે જેણે રેસ્કો મોડમાં નેટ-મીટરિંગ માટે મંજૂરી મેળવી છે અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી રજિસ્ટ્રેશન પણ મેળવ્યું છે. આ વ્યૂહાત્મક પહેલને પરિણામે મૂડી ખર્ચમાં રૂ. 2.73 કરોડની નોંધપાત્ર બચત થઈ છે, જે રૂફ ટોપ સોલર પ્લાન્ટની સ્થાપનામાં ખર્ચવામાં આવી છે.

ગ્રીન એનર્જીના ઉત્પાદનથી હરિયાળા ભવિષ્ય તરફનું મહત્ત્વનું પગલું

આ સોલાર પ્લાન્ટથી દર વર્ષે આશરે 10 લાખ યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન થવાની અપેક્ષા છે, જેમાં એનએચએસઆરસીએલ દ્વારા 25 વર્ષના નોંધપાત્ર ગાળા માટે શૂન્ય રોકાણ અને જાળવણી ખર્ચ કરવામાં આવશે. રેસ્કો મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવેલા સોલર ફોટોવોલ્ટેઈક પ્રોજેક્ટને આગામી 25 વર્ષ માટે યુનિટ દીઠ રૂ. 3.9 ના આકર્ષક દરે કરારબદ્ધ કરવામાં આવ્યો છે.

આ દર હાલના ડિસ્કોમ (ડી.આઈ.એસ.સી.ઓ.એમ.) દર કરતાં નોંધપાત્ર રીતે નીચો છે, જે પ્રતિ યુનિટ આશરે રૂ. 11 ના વર્તમાન ડિસ્કોમ (ડી.આઈ.એસ.સી.ઓ.એમ.) દર કરતા ઘણો નીચો છે, જે આર્થિક સધ્ધરતા પર ભાર મૂકે છે અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉકેલોને અપનાવવાના કાયમી ફાયદાઓ પર પણ ભાર મૂકે છે. એનએચએસઆરસીએલનો દૂરંદેશીભર્યો અભિગમ હરિયાળા ભવિષ્ય તરફનું મહત્ત્વનું પગલું સૂચવે છે એટલું જ નહીં, પરંતુ ઊર્જા વપરાશના ક્ષેત્રમાં ટકાઉ પદ્ધતિઓનું અન્વેષણ કરવા અને તેને અપનાવવા માટે અન્ય કંપનીઓ માટે એક દાખલો બેસાડે છે.

‘રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું’, 31 વર્ષ પહેલાં લીધા હતા શપથ, હવે અયોધ્યાથી ફોન આવ્યો

બ્રશ કરતી વખતે ઉલટી થવી એ ગંભીર રોગની નિશાની, તમારા આ અંગને થઈ શકે નુકસાન

સલમાનને એક નથી મળતી અને અરબાઝને ત્રીજી… હોટ મલાઈકા અને સેક્સી જ્યોર્જિયા બાદ હવે આ એક્ટ્રેસના પ્રેમમાં છે અરબાઝ

વધુમાં, એનએચએસઆરસીએલે તેના પ્રથમ રૂફ-ટોપ સોલર પ્રોજેક્ટની નોંધણી સાથે તેના સ્ટેશનો, ઇમારતો, ડેપો અને શેડમાં તેના એલાઇનમેન્ટમાં આવા વધુ પ્રોજેક્ટ્સ માટે કમર કસી છે.


Share this Article