ગુજરાતના રાજકારણમા મોટી ઉથલપાથલ ચાલુ થઈ છે. કરોડોનુ કૌભાડ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીનુ સામે આવ્યુ છે. હવે આ મામલે એકશન લેતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ચૌધરીની અટકાયત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સાથે શકયતા છે કે હજુ આ કેસમાં ED પણ જોડાઈ. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ વિપુલ ચૌધરીએ યુએસ અને કેનેડા અને અલાસ્કામાં મોટેલ તથા મકાનની ખરીદી કરી છે અને સ્ત્રી મિત્રના મોજશોખ માટે કરોડો રૂપિયા ઉડાવ્યા છે.
આ સમગ્ર કેસ મામલે હવે આજે મહેસાણા કોર્ટમાં બપોરે 12 વાગ્યા બાદ વિપુલ ચૌધરીને રજૂ કરવામાં આવશે. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ તેના 14 દિવસના રિમાન્ડ લે તેવી શકયતા છે. મળતી માહિતી મુજબ વિપુલ ચૌધરીની ગત મોડી રાત્રે અમદાવાદની ટીમે સ્પેશિયલ ઓપરેશન હેઠળ ધરપકડ કરી છે. મોડી રાતે વિપુલ ચૌધરીને એક શંકાસ્પદ જગ્યાથી ધરપકડ કરાયા છે. વિદેશમાં મળેલી પ્રોપર્ટી અંગેની માહિતી સામે આવ્યા બાદ ACB હવે EDને લેખિતમાં જાણ કરશે.
આ મામલે વાત કરતા આ અંગે ACBના જોઈન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણે કહ્યુ છે કે વિપુલ ચૌધરીનો કાર્યકાળ 2005થી 2016 સુધીનો હતો જે દરમિયાન અલગ અલગ 800 કરોડથી વધુનાં કૌભાંડ કર્યાં હોવાનુ સામે આવ્યુ છે. તેમણે મિલ્ક કૂલરની ખરીદી દરમિયાન સરકારની ગાઈડલાઇન અને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન, 485 કરોડના બાંધકામમા SOPનું ઉલ્લંઘન, બારદાન ખરીદીમા 13 લાખની ગેરીરીતિ આચરી હતી.
આ સાથે તેમણે કૌભાંડના રૂપિયાથી 31 કંપની ઊભી કરી છે જે પણ ખોટા ડોક્યુમેન્ટના આધારે રજિસ્ટર્ડ છે અને તેમા તેમનાં પત્ની અને પુત્ર પણ ડાયરેક્ટર હતાં. બોગસ બેંક એકાઉન્ટમાંથી પત્ની, પુત્ર અને સીએના એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ સામે આવ્યા છે. આ મામલે જિલ્લા રજિસ્ટ્રારે હાઇકોર્ટના હુકમથી 2 ટીમ તપાસમાં બંને ટીમે 14-14 મુદ્દા નોંધ્યા હતા. તપાસ અધિકારીએ 10 મુદ્દા તપાસતા ગેરીરીતિ હોવાનું સામે આવી હતી.
આ બાદ એપ્રિલ 2022માં સ્પેશિયલ ઓડિટનો રિપોર્ટ હોમ ડિપાર્ટમેન્ટમાં આપ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચને રિપોર્ટ મળતા મની લોન્ડરિંગનો શક જતા સહકાર વિભાગના અધિકારી દ્વારા ACBમાં ફરિયાદ અપાઈ અને કાર્યવાહી શરૂ કરાઇ છે. આ સાથે વિપુલ ચૌધરીએ સ્ત્રી મિત્રના મોજ શોખ માટે અલાસ્કામાં સૌથી મોટો બંગલો ખરીદ્યો છે. એક તપાસમા સામે આવ્યુ છે કે વિપુલ ચૌધરીએ વર્ષ 2008થી 2012 દરમિયાન વિવિધ સહકારી મંડળીઓ માટે 700થી વધુ મિલ્ક કૂલરની બલ્કમાં ખરીદી કરી.
આ રાજ્ય સરકાર 80 ટકા સબસિડી આ દરમિયાન તેમા આપતી હતી. કૃષિ વિભાગની આ યોજના દ્વારા મિલ્ક કૂલરની જથ્થાબંધ ખરીદી કરી ભ્રષ્ટાચાર કર્યો હતો. આ સિવાત વિપુલ ચૌધરીએ 25 કરતાં વધુ બોગસ કંપની બનાવી હોવાનુ પણ સામે આવ્યુ છે. કૌભાંડનો આ આંકડો 800 કરોડ કરતાં વધારે હોવાની સંભાવના વ્યકત કરવામા આવી રહી છે.