તાલુકામાં એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાની એક પ્રાથમિક શાળાનો આચાર્ય બે સંતાનોની માતાને ભગાડીને લઇ ગયો છે. ગત ૨૪મી જૂનના આ લોકો ભાગી જતા દોડધઆમ મચી ગઇ હતી. આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્યના સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા. જે બાદ મોડાસા ટાઉન પોલીસ મથકે આ ઘટનાની જાણવા જાેગ ફરિયાદ આપવામાં આવી હતી.
જે બાદ પોલીસે આચાર્ય અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે, આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જાેકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.
થોડા દિવસ પહેલા રાજસ્થાનમાં સરહદી જિલ્લા બાડમેરમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ કિસ્સામાં જમાઈને તેની સાસુ સાથે પ્રેમ થઈ ગયો. મહિલાને પણ જમાઈ સાથે આંખો મળી ગઇ હતી. જાેકે, બંને એ ગળોફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. બાડમેરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે બે વ્યક્તિઓ સાથે ઝાડ લટકાવવાની ઘટના સામે આવી હતી. મૃતકોની ઓળખ કેરાવાના રહેવાસી હોતારામ ભીલ (૨૫) અને ખાર્ટિયાના રહેવાસી દરિયા (૩૮) તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતુ કે, હોતારામના લગ્ન એક વર્ષ પહેલા ખરતિયાની રહેવાસી નેમારામની દીકરી ગીતા (૨૦) સાથે થયા હતા. બે-ત્રણ દિવસ પહેલા હોતારામ પત્ની ગીતા સાથે સાસરીમાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સાસરીમાં રહેતા હતા ત્યારે સોમવારે હોતારામ અને તેની સાસુ દરિયા કોઈને કહ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા. ગામથી ૩૦ કિમી દૂર બાડમેર મુનાબાઓ રોડ પર ખેજડીના ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે બંનેએ એક જ કપડાથી પોતાને ફાંસી આપી હતી.