ફરી એકવાર મોંઘવારીનો માર ગૃહણીઓ પર પડ્યો છે. ગુજરાતમાં સીંગતેલના ભાવમાં વધારો થયાના સમાચાર આવતા મધ્યમ વર્ગ મુશ્કેલીમા મૂકાયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં રૂપિયા 30નો વધારો સીંગતેલમા થયો છે.
આ મુજબ સીંગતેલના 2700 ડબ્બાના ભાવ રૂ.2730 થઈ ગયા છે. આ સાથે વાત કરીએ કપાસિયા તેલની તો તેમા પણ રૂપિયા 5 નો વધારો થયો છે. એક તરફ આ ભાવ વધારો એવા સમયે થયો છે જ્યારે નવા તેલની આવક ચાલુ છે. બીજી તરફ આ ભાવ વધારાના કારણે મધ્યમ વર્ગને વધુ એક ફટકો પડ્યો છે.
લક્ઝરી લાઈફ છોડી સુરતના નામી હીરા વેપારીની દીકરીએ લીધો આકરો નિર્ણય,માત્ર 9 વર્ષની ઉંમરે બની સાધ્વી
આજના 1 લિટર પેટ્રોલના ભાવમાં તો પહેલા સોનું આવી જતુ હતુ, વિશ્વાસ ન આવે તો જુઓ આ 60 વર્ષ જૂનું બિલ
કપાસિયા તેલના ડબ્બામાં 5 રૂપિયા, સીંગતેલના ડબ્બામાં રૂપિયા 20નો વધારો થયો છે. આ પહેલા 2022ના ડિસેમ્બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો. માહિતી મુજબ ડિસેમ્બર મહિનામાં સિંગતેલના ભાવમાં ડબ્બામાં 20થી 30 રૂપિયા વધારો થયો હતો.