ગુજરાતનો શિક્ષક આખા દેશમાં ટેલેન્ટ ગજવશે, વિજયભાઈ પટેલ સાણંદથી દિલ્લી સુધી વખણાશે, જાણો સક્સેસ સ્ટોરી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રાજ્યમાં હાલમાં જ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2023 પૂર્ણ થયો છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં અને નામાંકન દર વધારવામાં શાળા પ્રવેશોત્સવ જેવા શૈક્ષણિક મહોત્સવો અને સ્કૂલ ઑફ એક્સેલન્સ સહિતના શિક્ષણ ક્ષેત્રે ચોક્કસ દિશામાં થયેલા પ્રયત્નોનો મોટો ફાળો રહ્યો છે.રાજ્યના શિક્ષકો આધુનિક શૈક્ષણિક સંસાધનોના યોગ્ય ઉપયોગ થકી રાજ્યને શિક્ષણ ક્ષેત્રે અવનવી સિદ્ધિઓ અપાવી રહ્યા છે. આવા જ એક અમદાવાદ જિલ્લાના શિક્ષક છે વિજયભાઈ પટેલ. અમદાવાદના સાણંદ તાલુકાની તેલાવ પ્રાથમિક શાળાના આચાર્ય એવા વિજયભાઈ પટેલે દેશભરમાં ગુજરાતને બહુમાન અપાવનારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

NIEPA(નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજયુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન), નવી દિલ્હી દ્વારા ગત મહિને ‘નિપુણ ભારત’ મિશન અંતર્ગત ‘નેશનલ વર્કશોપ ઓન સ્કૂલ લીડરશીપ ફોર નિપુણ ભારત’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે તેલાવ પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈની પસંદગી કરવામાં આવી હતી. આ વર્કશોપમાં વિજયભાઈએ ગુજરાત રાજ્યમાં નિપુણ ભારત અંતર્ગત થયેલ કામગીરીનું તથા તેમની શાળાની કામગીરી, નવતર ઉપક્રમો અને શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

વિજયભાઈના આ પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થઈને NIEPA, નવી દિલ્હી દ્વારા સ્કૂલ લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત તારીખ 16 જૂન, શુક્રવારના રોજ “LEADING INNOVATION IN A GOVT.PRIMARY SCHOOL IN GUJARAT” વિષય પર વિજયભાઈ પટેલ સાથેના સંવાદનું NCERT સ્ટુડિયો પરથી લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવનાર છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ બાબત છે. આવું બહુમાન મેળવનાર વિજયભાઈ રાજ્યના પ્રથમ શિક્ષક બન્યા છે. આ સંવાદ દ્વારા વિજયભાઈની સક્સેસ સ્ટોરી અને તેમના શાળાના વિકાસ અંગેના અનુભવોની દેશભરની શાળાઓ નોંધ લેશે અને તેમને પણ આવા નવતર પ્રયોગો થકી શિક્ષણને વધુ રસપ્રદ કેવી રીતે બનાવવું તે દિશામાં પ્રેરણા મળશે.

તેલાવ ગામની આદર્શ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે વર્ષ-2012માં જોડાયેલા વિજયભાઇ પટેલે તેલાવ પ્રાથમિક શાળાને ખરાં અર્થમાં આદર્શ શાળા બનાવી છે. વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે કદમ મિલાવીને આગળ વધી શકે તેવા ઉમદા આશય સાથે વિજયભાઈએ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોના સહકાર વડે શાળામાં સ્ટેમ લેબોરેટરીનું નિર્માણ કરાવ્યું છે, જેમાં વિજ્ઞાનના મૂળભૂત વિચારોને ટેકનોલોજી,એન્જિનિયરિંગ અને ગણિત જેવા વિષય સાથે સંયુકત રીતે આવરી લેવામાં આવ્યા છે.

આ સ્ટેમ લેબોરેટરીનો લાભ આજુબાજુની તમામ શાળાઓનાં બાળકો પણ લઈ રહ્યાં છે. કોઇપણ વિદ્યાર્થીઓ આ લેબમાં આવી જુદા જુદા પ્રયોગો જાતે કરી શકે છે અને શીખી શકે છે. શાળામાં આ ઉપરાંત 1000 જેટલાં બાળકો માટેના અલગ અલગ કેટેગરીના પુસ્તકો ધરાવતી સોફ્ટવેર બેઝડ સમૃદ્ધ ડિજિટલ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં બાળકો ગમે ત્યારે આવીને પુસ્તકો વાંચી શકે છે અથવા ઘરે લઈ જઈ શકે છે. બાળકો જાતે કોમ્પ્યૂટરમાં પોતાનો જી.આર. નંબર નાખીને પુસ્તકો વાંચવા લઈ જાય છે અને વંચાઈ ગયા પછી તે જાતે પાછા જમા કરાવી શકે છે.

આ પણ વાંચો

પોર્ટ-એરપોર્ટમાં તો અદાણીનો સિક્કો ચાલે જ છે, પરંતુ હવે રેલવે સેક્ટરમાં કરશે મોટો ધડાકો, જાણો આખો પ્લાન

બિપરજોય વાવાઝોડું આખરે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ, હવે ગુજરાતમાં અસર થઈ જશે એકદમ નહીવત, સમજો કે આફત જતી જ રહી

યુવાને 27 હજારનો નવો નકોર મોબાઈલ ખરીદ્યો, અઠવાડિયા પછી જ ભયંકર રીતે બ્લાસ્ટ થયો, મોત દેખાઈ ગયું

જેમાં બાળકો પોતાની નોંધ જાતે જ રાખે છે. સ્ટેમ લેબ અને લાઇબ્રેરી જેવા આવા અત્યાધુનિક શૈક્ષણિક ઉપક્રમોને પરિણામે શાળાના બાળકોના લેખન , વાંચન અને અધ્યયન સ્તરમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે તથા ગુણોત્સવમાં પણ શાળાએ સારો દેખાવ કર્યો છે. તેલાવ શાળાને મોડલ સ્કૂલ બનાવવા બદલ વિજયભાઈને રાજ્યમાં ઇનોવેટિવ આચાર્ય સન્માન, પ્રતિભાશાળી શિક્ષક સન્માન, રાજ્યપાલ  દ્વારા બહુમાન જેવા અલગ અલગ સન્માન મળેલા છે.


Share this Article