Gujarat Weather Report: આગાહી પ્રમાણે વાવાઝોડની શરૂઆત થઈ ગઈ અને દરિયામાં મોટાપાયે હલચલ વધી ગઈ છે. દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર દબાણ વિસ્તારમાં હાલમાં ફેરવાઈ ગયો છે, જેનાથી 21 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાનની સંભાવના ખૂબ વધી ગઈ છે. આમ જોવામાં આવે તો આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે.
જો વાવાઝોડાના નામ પ્રમાણે વાત કરીએ તો હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાના નામકરણની ફોર્મ્યુલા અનુસાર તેનું નામ ‘તેજ’ હશે. જો કે, વૈશ્વિક હવામાન આગાહી કહે છે કે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં છે અને તે પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠે તેનો રસ્તો બદલી શકે છે. જો આવું થાય તો ગુજરાતીઓ માટે દિવાળી આકરી સાબિત થઈ શકે અને ખેતીકામમાં પણ વિક્ષલેપ ઉભો થઈ શકે છે.
ઓક્ટોબરના 11 બાકી દિવસમાંથી 10 દિવસ બેન્કો બંધ રહેશે, તહેવારોની ભરમાર, ફટાફટ લિસ્ટ ચેક કરી લો
ગુજરાત પર તોળાતો ખતરો: આજે વાવાઝોડાની સિસ્ટમ ખતરનાક રૂપ લેશે, જાણો હવામાન વિભાગની નવી આગાહી
આખા શરીર પર ઘઉંના જ્વારા ઉગાડ્યા, નવ દિવસ અન્ન જળનો ત્યાગ… જાણો જૂનાગઢના સંતની અનોખી તપસ્યા વિશે
મળતી વિગતો અનુસાર આ ચક્રવાતી તોફાનમાં 62-88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જો કે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે. ત્યારે હવે રવિવારે જોવાનું રહ્યું કે ગુજરાત તરફ આવશે કે કેમ?