ગુજરાતમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલાં પહેલાં જ ગુજરાતમાં 77 IPS અધિકારીની બદલી કરવામાં આવી છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે 20 IPSની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્યના SP બનાવવામાં આવ્યાં છે, તો વળી જાણવા મળી રહ્યું છે કે શ્વેતા શ્રીમાળી વેસ્ટર્ન રેલવેના SP બન્યા છે. જ્યારે ડો. લીના પાટિલ ભરુચના SP બન્યા છે. રાજકોટ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની ગીર સોમનાથ એસ.પી. તરીકે કરાઈ નિમણુંક કરાઈ છે. જ્યારે અમદાવાદથી પ્રેમસુખ ડેલુની જામનગર SP તરીકે બદલી કરવામા આવી છે. જ્યારે વિશાલ વાઘેલા સાબરકાંઠાના નવા SP બન્યાં છે.