ભવર મીણા (આબુ): રાજસ્થાનથી ગુજરાત તરફ સિમેન્ટ ભરીને રોડ પર દોડતી ટ્રક અચાનક ભડભડ સળગી જતા ફોરલેન પર અન્ય દોડતા વાહનો ઉભા રહી ગયા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા. આ ઘટના આબુરોડ નજીક ગત રાત્રે બની હતી જોકે ઘટનાના પગલે પોલીસ દોડી આવી હતી.
વિગતો મળી રહી છે કે ફોરલેન હાઇવે નંબર 27 પર રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી સિમેન્ટ ભરેલી ટ્રક આબુરોડ નજીક પહોંચી હતી કે જ્યાં ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. ટ્રક ચાલકે ટ્રકને રોડની સાઈડમાં લઇ જતા તે ડિવાઈડર સાથે બે વિજપોલને ટક્કર મારી અથડાઈ હતી ટ્રક ઉભી રહી જતા ટ્રક ચાલક ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો.
બનાવની જાણ થતાં આબુરોડ શહેર તેમજ રિક્કો પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી અને ફાયરફાયટરની મદદથી પાણીનો મારો મારી બે કલાક ની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે,રોડ પર ચાલતી ટ્રક માં આગ લાગતા અને આગને કાબુ માં લેવાય તે પહેલા આગની જ્વાળામાં ટ્રક લપેટાઈ જતા રોડ પર દોડતા અન્ય વાહનો થોભી ગયા હતા.