હાલ ગુજરાતમા નવરાત્રીની ધૂમ મચી રહી છે. નાના-મોટા સૌ કોઈ ગરબાની રમજટ બોલાવી રહ્યા છે. આ વચ્ચે ગરબા દરમિયાન યુવતી સિગરેટ પીતી હોવાનો એક વીડિયો ચારે તફર વાયરલ થઈ રહ્યો છે. આ સમાચાર વડોદરાના યુનાઇટેડ વેથી સામે આવ્યા છે. આખા વિશ્વમાં ફેમસ એવા યુનાઇટેડ વેના ગરબા વિવાદોમા ફરી એકવાર સંપડાયા છે. આ વીડિયોમા એક યુવતી મોંમાંથી ધુમાડો ઉડાવતી દેખાય રહી છે.
વીડિયો સામે આવતા લોકો રોષ ઠાલવી રહ્યા છે. યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ પર પથ્થરોના વિવાદ બાદ હવે આ નવો વિવાદ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ગરબા રમતી વખતે યુવતીના ધુમાડા કાઢતો વીડિયો સામે આવતા ગરબાનાં આયોજકો અને યુવતી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.
યુનાઇટેડ વે ઓફ બરોડામા નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓને કાંકરા વાગ્યા હતા અને આ મામલે પથ્થર-પથ્થરની બૂમોથી હોબાળો થતા અધવચ્ચે ગરબા બંધ કરવાની ફરજ પડી હતી. ખેલૈયાઓમાં રોષમા ભરાઈ કાંકરા કાકરા અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા.