ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા રાજ્યમા રાજનીતીક ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આ વખત ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. આ માટે ગુજરાતની મુલાકાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતા રહે છે. તેઓ દરવખતે શિક્ષણ અને મોંઘી વીજળીનો રાગ આલોપતા જોવા મળે છે. હવે આ મામલે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વળતો જવાબ આપતા AAP પર આકરા પ્રહાર કર્યા છે.
આ બાદ ઇસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે જે બાદ એક પછી એક નોવેદનોની જંગ છેડાઈ છે. આ વિશે વિગતે વાત કરીએ તો હર્ષ સંઘવીએ ટ્વિટ કરી AAP સરકારના શિક્ષા મોડલને સૌથી નબળુ કહ્યુ અને AAPના શિક્ષા મોડલ દયનિય ગણાવ્યુ હતુ. આ સિવાય કેજરીવાલ માટે શિક્ષકોને પગાર ચૂકવવા કરતા વિજ્ઞાપન અને PR વધુ મહત્વનુ હોવાની વાત કહી હતી જે બાદ આ વાક યુદ્ધ છેડાયુ છ.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આ ટ્ટવીટનો AAP નેતા ઇસુદાન ગઢવીએ વળતો જવાબ આપ્યો છે. ઇસુદાન ગઢવીએ કહ્યુ છે કે માત્ર દેશમાં જ નહીં દુનાયામાં પણ કેજરીવાલના શિક્ષણ મોડલના વખાણ થઈ રહ્યા છે. દેશના કેટલાય રાજ્યના મુખ્યમંત્રી દિલ્લીનું શિક્ષણ મોડલ અપનાવવા તૈયારી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં 6 હજાર સ્કૂલો બંધ કરાઇ થઈ અને 700 સ્કૂલોમાં એક જ શિક્ષકથી શાળા ચાલી રહી છે.