હવે આ નફ્ફટો હદ બહાર જાય છે! રાજકોટના બિલ્ડરે 2.24 કરોડના 24 કરોડ ચૂકવી દીધા, પછી મરવા માટે ગોળીઓ ખાધી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રાજકોટ જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના જાણીતા બિલ્ડર જેરામભાઈ કુંડારિયા નામના 70 વર્ષીય બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેરામભાઈ કુંડારીયાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથક ખાતે રાકેશભાઈ નથવાણી તેમજ ઠાકરશીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં છે.

પોલિસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 80 લાખ રૂપિયા કટકે કટકે 2 ટકે રાકેશભાઈ નથવાણી પાસેથી લીધા હતા. જેનું 1 લાખ 60 હાજર દર મહિને વ્યાજ ચુકવતા હતા. જે 8 વર્ષ સુધી નિયમિત રીતે તેમને ચુકવ્યું હતું. તેમજ બે કરોડ જેટલી રકમ પણ ચૂકવી હતી. તેમ છતાં રાકેશ નથવાણી નામના આરોપી દ્વારા તેમને ફોન કરી 50 થી 55 લાખ રૂપિયાની માગણી કરવામા આવતી હતી.તેમજ જો રૂપિયા ન હોય તો કાર અથવા પત્નીના દાગીના તૈયાર રાખજે તેવું કહી ગાળાગાળી પણ કરવામાં આવતી હતી.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, વર્ષ 2009માં અમે ચાર જેટલા ભાગીદારોએ મળીને જે એન્ડ યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની બનાવી હતી.જેના સભ્ય તરીકે હું તેમજ ઉકાભાઇ સા, માલજીભાઈ માકસણા તેમજ દિલીપભાઈ પટેલ હતા. આ વહીવટદાર તરીકે હું પોતે હતો. અમારી કંપની વતી ઠાકરશીભાઈ ધરમશીભાઈ પટેલ પાસેથી 2.24 કરોડ રૂપિયા દોઢ ટકાના વ્યાજ દરે લીધેલા હતા. આ રકમથી અમે કન્સ્ટ્રક્શનનો માલ લીધો હતો. ઠાકરશીભાઈએ તેના 20 ટકા લેખે સિક્યુરિટી પેટે લખાણ કરી લીધું હતું.ત્યારે નોટબંધીના સમય દરમિયાન ઠાકરશીભાઈને અમે 2.40 કરોડના બદલામાં 24 કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં ઠાકરશીભાઈ દ્વારા ફોન ઉપર એક થી દોઢ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી અને સાથે ધમકી આપવામાં આવી હતી કે હું તમારા કોરા ચેક નાખી દઈશ અને કોર્ટમાં તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ.

માસ્કની જરૂર નથી, આખા દેશમાં મોકડ્રીલ… કોરોના પર આરોગ્ય મંત્રાલયની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યા?

27 રાજ્યો અને 14 દેશોના જમાઈ! આ વ્યક્તિએ 32 વર્ષમાં કર્યા 100 લગ્ન, કોઈ સાથે હજુ પણ નથી લીધા છૂટાછેડા

ભારતના સૌથી સુરક્ષિત રાજ્યમાં જબ્બર બાકોરું કરી બધાને દગો આપનાર કિરણ પટેલ વિશે A to Z માહિતી, સાંભળીને ચોંકી જશો

સમગ્ર મામલે જેરામભાઈ કુંડારીયાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથક ખાતે રાકેશભાઈ નથવાણી તેમજ ઠાકરશીભાઈ પટેલ વિરુદ્ધ આઇપીસીની કલમ 387, 504, 507 તેમજ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

 

 


Share this Article
TAGGED: ,