Gujarat News: ગુજરાતમાં ત્રણ વાગ્યા સુધી 47.03 ટકા મતદાન નોંધાયુ છે. બનાસકાંઠામાં 55. 74, અમદાવાદ ઇસ્ટમાં 43.55, અમદાવાદ વેસ્ટમાં 42.21, અમરેલીમાં 37, આણંદમાં 52.49, બનાસકાંઠામાં 55 ટકા, ભરૂચ 54.90, છોટાઉદેપુરમાં 54 ટકા, દાહોદમાં 46.97, જુનાગઢમાં 44, મહેસાણામાં 48.15, સાબરકાંઠામાં 50 ટકા, વલસાડમાં 58.05 ટકા મતદાન નોંધાયુ છે. ત્યારે આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
અમરેલી લોકસભા ચૂંટણીમાં મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત નીપજ્યુ છે. જાફરાબાદ શહેરની સાગર શાળામાં ચૂંટણીમાં ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા અચાનક ઢળી પડ્યાં હતા અને તેમનું નિધન થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર કૌશિકાબેન બાબરીયાને હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાન છે.
કૌશિકાબેન બાબરીયા નામના મહિલા કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે.ઘટનાની જાણ થતાં જ અમરેલી એસ.પી. જાફરાબાદ શાળા ખાતે પહોચ્યા હતા.મૃતક શિક્ષિકાને પી.એમ.અર્થે રાજુલા જનરલ હૉસ્પિટલ ખાતે ખસેડાયા છે. બનાવથી કર્મચારીઓમા શોકનુ વાતાવરણ ફેલાયું હતું.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
પહેલા ઇમરજન્સી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.