ગુજરાતમાં માવઠાએ તો ભારે કરી, ખેતરેથી ઘરે આવતા યુવક પર વીજળી પડતા દર્દનાક મોત, 2 દીકરીઓ નોંધારી બની

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકયો હોવાના સમાચાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદ સંભાવના વ્યકત કરવામા આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમા ગઈકાલે સાંજે વીજળીના ચમકારા સાથે ગાજવીજનો અવાજ અને ઠંડો પવન ફૂંકાયો હતો. આ વચ્ચે કચ્છના રાપરથી સમાચાર છે કે વીજળી પડતા અહી એક યુવાનનું મોત થયું છે.

રાપરમા વીજળી પડતા યુવાનનું મોત

મળતી માહિતી મુજબ આ 26 વર્ષીય યુવાનનુ નામ કિશોર રઘુભાઈ કોળી છે. કિશોર જાટાવાડા નજીક કારીધારનો રહેવાસી છે. તે વાંઢના વિસ્તારમા હતો જ્યા તેનુ ખેતર આવેલુ હતુ. ખેતમજૂરી કરતો આ યુવાન ખેતરેથી ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન યુવાન પર વીજળી પડતાં તેની હાલત ગંભીર થઈ. જો કે, તેને તરત સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર શોકમા ડૂબ્યો

માહિતી મુજબ મૃતક યુવાનને ત્રણ વર્ષની અને દોઢ વર્ષની 2 દીકરીઓ છે. યુવાનના અચાનક મોતના સમાચાર બાદ પરિવાર શોકમા ડૂબ્યો છે.

આ સિવાય વાત કરીએ રાજ્યમા પડેલા માવઠાની તો અમરેલીમા ગઈ કાલે સાંજે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. ધોધમાર વરસાદ આવી પડતા રસ્તાઓ પર નદીઓ જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજ અને ઠંડો પવન ફૂંકાયો હતો.

ગુજરાત પોલીસની દેશી દારુના અડ્ડા પર તવાઈ: ભઠ્ઠીઓ પર ત્રાટકીને ભૂક્કા બોલાવ્યા, 49 તો મહિલા બુટલેગરો ઝડપાઈ

PHOTOS & VIDEO: અમદાવાદનું રેલવે સ્ટેશન હવે કંઈક આવું દેખાશે, જોઈને તમને એમ જ લાગશે જે સ્વર્ગમાં આવી ગયાં

‘ભાજપના નેતાઓને તમે ચપ્પલથી મારો…’ શ્રી રામ સેનાએ PM મોદીના નામ અને તસવીર પર કહી આવી વાત

ભાવનગરના સાળંગપુર ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. સુરેન્દ્રનગરના પાટડી પંથક, વઢવાણ અને સુરેન્દ્રનગરમા પણ વરસાદી ઝાપટા પડ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


Share this Article